Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

લેબેનોને ઉત્તર કોરિયાને હરાવીને એએફસી કપ ફુટબોલ 2019નો ખિતાબ હાંસલ કર્યો

ઇસા યાકુબુએ 74 મી મિનિટમાં વિજેતા ગોલ ફટકાર્યો

લેબેનોનના અલ આહેદે સોમવારે ઉત્તર કોરિયાના 4.25 એસસીને હરાવીને એએફસી કપ ફૂટબોલ 2019 નો ખિતાબ મેળવ્યો હતો. અને આ જીતમાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતુ. જેમાં ટાઇટલ મેચમાં લેબનોને ઉત્તર કોરિયાને 1-0થી પરાજિત કર્યું હતું. લેબનોન ટીમનાં ઇસા યાકુબુએ 74 મી મિનિટમાં વિજેતા ગોલ કરીને તેમની ટીમને ટાઇટલ જીતવા માટે મદદ કરી હતી.

    અત્રે ઉલેલ્ખનીય છે કે  એએફસી કપ ફૂટબોલની ફાઇનલ હોસ્ટિંગમાં સતત ફેરફાર કરવામાં આવ્યો હતો. અંતિમ નિર્ણય લેતા બોર્ડે અંતિમ મેચ મલેશિયાના કુઆલાલંપુરમાં યોજવાનો નિર્ણય કર્યો હતો.

(11:37 pm IST)