Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

માઈકલ શુમાકરના રેકોર્ડની બરાબરી કરશે હેમિલ્ટન?

છઠ્ઠી વાર જીત્યુ એફ-વનનું ટાઈટલ

બીજીંગ : યુએસ ગ્રેન્ડ પ્રિકસમાં થયેલી ફોર્મ્યુલા વન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મર્સીડીઝના ડ્રાઈવર લુઈસ હેમીલ્ટને છઠ્ઠી વાર ટાઈટલ જીત્યુ છે. છ વખત આ ટાઈટલ જીતનારો તે બીજો રેસર બન્યો છે. આ ટાઈટલ જીતવાની સાથે ચાલુ વર્ષમાં તેના કુલ પોઈન્ટ્સની સંખ્યા ૩૮૧ થઈ છે અને વર્ષમાં બે ટુર્નામેન્ટ થવાની હજી બાકી છે.

૨૦૦૧માં પોતાનું રેસીંગ કરીઅર શરૂ કરનાર હેમીલ્ટન એફ વન ટુર્નામેન્ટના ઓલટાઈમ ટાઈટલ જીતનારાઓમાં બીજા ક્રમાંકે પહોંચી ગયો છે. પહેલા ક્રમાંકે માઈકલ શુમાકર છે જેણે પોતાના રેસીંગ કેરીઅરમાં સાત વખત ટાઈટલ જીત્યુ છે. જો મર્સીડીઝ ટીમના ડ્રાઈવરનું આ ફોર્મ યથાવત રહ્યુ તો ૨૦૨૦માં જર્મનીમાં થનારી ટુર્નામેન્ટમાં તે શુમાકરના રેકોર્ડની બરાબરી કરી શકે છે.

(1:03 pm IST)