Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પેરિસ માસ્ટર્સની ફાઇનલમાં સર્જાયો અપસેટ: જોકોવિચને મળી હાર: ખિતાબનો વિજેતા બન્યો ખાચાનોવ

નવી દિલ્હી: ૧૮મો ક્રમાંક ધરાવતા રશિયન ટેનિસ ખેલાડી કારને ખાચાનોવે પેરિસ માસ્ટર્સની ફાઇનલમાં મેજર અપસેટ સર્જતાં બીજો ક્રમાંક ધરાવતા સર્બિયાના નોવાક જોકોવિચને પરાજય આપી પોતાની કારકિર્દીનું પ્રથમ એટીપી વર્લ્ડ ટૂર માસ્ટર્સ ,૦૦૦ ટાઇટલ જીત્યું હતું. જીત સાથે ખાચાનોવે જોકોવિચના સતત ૨૨ મેચમાં અજેય રહેવાના અભિયાન પર બ્રેક લગાવી હતી.પ્રથમ સેટમાં જોકોવિચે -૧ની લીડ મેળવી હતી પરંતુ ૨૨ વર્ષીય ખાચાનોવે વાપસી કરતાં -૩ની બરાબરી મેળવી લીધી હતી. તે પછી બંને ખેલાડી -૫ની બરાબરી પર હતા ત્યારે ખાચાનોવે જોકોવિચની ર્સિવસ બ્રેક કરતાં પ્રથમ સેટ -૫થી જીતી લીધો હતો. બીજા સેટમાં ખાચાનોવે ત્રીજી ગેમમાં જોકોવિચની ર્સિવસ બ્રેક કરતાં -૧ની લીડ મેળવી હતી જે લીડ અંત સુધી જાળવી રાખી બીજો સેટ -૪થી જીતી ટાઇટલ પણ જીતી લીધું હતું.

(7:11 pm IST)