Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

રોજર ફેડરરને હરાવીને નોવાક જોકોવિચ પેરીસ માસ્ટર્સની ફાઈનલમાં

સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે સેમી ફાઈનલમાં રોજર ફેડરરને હરાવીને પેરીસ માસ્ટર્સની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલમાં જોકોવિચની ટક્કર રશિયાના કરેન ખચાનોવ સામે થશે. જોકોવીચ અત્યાર સુધીમાં ૪ વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકયો છે. સેમી ફાઈનલમાં ત્રણ કલાક સુધી ચાલેલી મેચમાં જોકોવિચે ફેડરરને ૭-૬, ૫-૭, ૭-૬થી હરાવ્યો હતો. બંને વચ્ચે રમાયેલી આ કુલ ૪૭મી મેચ હતી. અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ હતી. વળી જયારે મારે ફેડરર સામે રમવાનું હોય ત્યારે જીત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય છે.(૩૭.૮)

(3:23 pm IST)