Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનની ૧૨પમી મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ અને પટના પાઇરેટસ વચ્ચે મુકાબલો

નોઇડા: પ્રો કબડ્ડી લીગ (PKL)ની સાતમી સીઝનની 123મી મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ અને પટના પાઇરેટ્સ વચ્ચે રમાશે. આજે 8:30 વાગે નોઈડાના શહિદ વિજય સિંઘ પથિક સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પ્રો કબડ્ડી લીગની સિઝન સાતમાં ભૂતપૂર્વ ચેમ્પિયન પટણા પાયરેટસ સામે રમશે. સીઝનમાં બે ટીમોનું પ્રદર્શન ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ અને પટના પાઇરેટ્સની ટીમ પહેલાં પ્લેઓફના દૌરમાંથી બહાર થઇ ચૂકી છે. બંને ટીમોની બે-બે મેચ બાકી છે અને તે જીત સાથે સીઝન પુરી કરવા માંગે છે. ગુજરાતની ટીમે 20માંથી 6 મેચ જીતીને 45 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે  અને પોઇન્ટ ટેબલમાં 9મા ક્રમે છે. તો બીજી તરફ પટનાની ટીમને 20 મેચોમાંથી 6 મેચમાં જીત મેળવી છે અને ટીમ 41 પોઇન્ટ સાથે 10મા ક્રમે છે. પટણામાં યોજાનારી મેચમાં થ્રીલરનાં તમામ તત્વો હશે. પટણાની ટીમ પણ પ્લેઓફફની બહાર રહી ગઈ છે તે પણ છેલ્લી પળ સુધી ઝજુમવા પ્રયાસ કરશે.

બંને ટીમોના ખેલાડીઓ પર રહેશે નજર

મેચમાં પટના પાઇરેટ્સના સ્ટાર રેડર પ્રદીપ નરવાલ પર નજર રહેશે, જેમણે અત્યાર સુધી 20 મેચમાં 251 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. તો બીજી તરફ ગુજરાત જાયન્ટસની ટીમને રોહિત ગુલિયા પાસે વધુ સારા પ્રદર્શનની આશા રહેશે, જેમણે 20 મેચમાં 127 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે.

જાયન્ટસ સામે ઓગસ્ટમાં થયેલા મુકાબલામાં 29-26થી પરાજીત થયા પછી પ્રદીપ નરવાલની આગેવાની હેઠળ રમતી પટનાની ટીમ સામે જાયન્ટસ માનસિક સરસાઈ ધરાવે છે. જાયન્ટસના કોચ મનપ્રીત સિંઘ અને અવેજીમાં કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળતા  રોહિત ગુલીયા સિઝનમાં  ખૂબ સારા સહાયક પૂરવાર થયા છે. તે પોતાની પીકેએલ કારકિર્દીમાં પર્પલ પેચ પ્રાપ્ત કરી ચૂક્યા છે અને જાયન્ટસના મોખરાના રેઈડર રહ્યા છે.

ગુલીયાએ ઈજા થયા પછી જ્યારે સુનિલ કુમારને કેપ્ટન તરીકે જવાબદારી સોંપી તે પછી ઓલરાઉન્ડરે બમણા જોશથી રમત રમી હતી. તેમણે ગયા સપ્તાહે તામિલ થલાઈવા (11 પોઈન્ટ) અને હરિયાણા સ્ટીલર્સ સામે એક પછી એક સુપર-ટેન  મેળવ્યા હતા.

ઓલરાઉન્ડર તેનુ ઉત્તમ દેખાવનુ પટણા સામે પુનરાવર્તન કરવા માગે છે. ગુલીયાએ તેમના પ્રથમ સુપર-ટેન પાયરેટસ સામે મેળવ્યા હતા અને તે પછી જાયન્ટસના વિજયમાં મહત્વની ભૂમિકા બજાવી હતી. ગુજરાતની ટીમના કેપ્ટને રેઈડમાં તો મહત્વની ભૂમિકા ભજવી છે પણ ટેકલ પોઈન્ટસમાં પણ સારો દેખાવ કર્યો છે.

યુવાન રેઈડર સોનુ જગલાન તેનો અસરકારક દેખાવ ચાલુ રાખવા માગે છે અને તે આગામી સિઝનમાં ધ્યાન રાખવા જેવો ખેલાડી બની રહેશે. પોતાના નિયમિત પાર્ટનર સુનિલકુમારની ગેરહાજરીમાં તોપના ડીફેન્ડર પરવેશ બૈનસ્વાલ મજબૂત કામગીરી બજાવશે. પરવેશે ડિફેન્સ યુનિટનુ સફળ નેતૃત્વ કર્યું છે. તેણે થલાઈવાઝ સામે હાઈ-ફાઈવ પોઈન્ટસ મેલવ્યા છે. તે વિકાસ કંડોળાને શાંત રાખવામાં તથા હરિયાણાની હારમાં મુખ્ય પરિબળ બની રહ્યા હતા.

આજની મેચમાં પરવેશની રમત ખૂબ મહત્વની બની રહેશે. પ્રદિપ નરવાલે સિઝનમાં પણ કેટલાક સુપર-ટેન મેળવ્યા છે, પરંતુ પીકીએલના અગ્રણી સ્કોરરે શનિવારે વિજયની રેખા વટાવવા માટે પરવેશ બૈનસ્વાલની મજબૂત દિવાલ વટાવી જવી પડશે.

(4:12 pm IST)