Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

આફ્રિકા ૪૩૧માં ઓલઆઉટ : અશ્વિનને ૭ વિકેટ : બીજા દાવમાં ભારત - ૧૯૦/૨ : રોહિત સતત બીજી સદી નજીક

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે આજે સાઉથ આફ્રિકાની આખી ટીમ ૧૩૧.૨ ઓવરમાં ૪૩૧ રન બનાવી ઓલઆઉટ થઈ ગયુ હતું. આર. અશ્વિને ૭, જાડેજા - ૨ અને ઈશાંત શર્માએ ૧ વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં ઉતરેલી ભારતીય ટીમે આ લખાય છે ત્યારે ૫૧ ઓવરમાં ૨ વિકેટે ૧૯૦ રન બનાવી લીધા છે. મયંક અગ્રવાલ ૭ અને ચેતેશ્વર પૂજારા ૮૧ રન બનાવી આઉટ થયા છે ત્યારે રોહિત શર્મા ૯૪ રને દાવમાં છે. ફિલાન્ડર અને મહારાજે ૧-૧ વિકેટ ઝડપી છે. ભારતની કુલ લીડ ૨૬૨ રનની થઈ છે.

(3:52 pm IST)