Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

લંડનમાં સફળ સર્જરી કરાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ શેર કરી તસ્વીર : કહ્યું હું જલ્દી જ મેદાન પર વાપસી કરીશ.

હાર્દિકે લખ્યું સર્જરી સફળતાપૂર્વક સમાપ્ત થઈ ગઈ છે. તમારા બધાની દુઆઓ માટે તમારો આભાર

મુંબઈ : ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પીઠના નીચલા ભાગમાં ઈજાના કારણે ટીમે ઇન્ડિયાથી બહાર છે આ દરમિયાન એક સારા સમચાર એ આવ્યા છે કે, લંડનમાં હાર્દિક પંડ્યાની સફળ સર્જરી થઈ છે. સર્જરી બાદ હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીરો શેર કરી છે.

સર્જરી બાદ પોતાની શેર કરતા હાર્દિક પંડ્યાએ જણાવ્યું છે કે, સર્જરી સફળતાપૂર્વક સમાપ્ત થઈ ગઈ છે. તમારા બધાની દુઆઓ માટે તમારો આભાર. હું જલ્દી જ મેદાન પર વાપસી કરીશ.

 હાર્દિક પંડ્યાએ પોતાની અંતિમ મેચ સાઉથ આફ્રિકા સામે ટી-૨૦ સીરીઝમાં રમી હતી. તેમ છતાં ત્યાર બાદ તેમને ટેસ્ટ સીરીઝમાં તક આપવામાં આવી નહોતી.

  હાર્દિકને લાંબા સમયથી પીઠની સમસ્યા છે. પ્રથમ વખત એશિયા કપમાં મેચ દરમિયાન તેમને આ મુશ્કેલી થઈ હતી. તેમ છતાં તે થોડા-થોડા ગેપ સાથે ટીમ માટે રમતા જરૂર જોવા મળ્યા હતા. અત્યારે વર્તમાન પરીસ્થિતિને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા હવે થોડા સમય માટે ટીમથી બહાર થઈ શકે છે જેનાથી તેમને પોતાને રિકવર કરવાની તક મળી શકશે. બાંગ્લાદેશ સામે રમાવનારી ટી-૨૦ સીરીઝમાં હાર્દિક પંડ્યા જોવા મળશે નહીં.

(1:18 pm IST)