Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

અંડર-19 એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવીને ભારત ફાઇનલમાં

નવી દિલ્હી: ભારતે બાંગ્લાદેશ સામેની લો સ્કોરિંગ વન ડેમાં બે રનથી રોમાંચક વિજય મેળવતા અંડર-૧૯ એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જીતવા માટેના ૧૭૩ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હોમ ટીમ જીતવાથી ૧૨ રનની દૂર હતી અને તેમની છ વિકેટ સલામત હતી. આ તબક્કે ૪૧ બોલ બાકી હતા. જોકે બોલરો-ફિલ્ડરોના અસરકારક દેખાવને કારણે ભારતે નાટકીય વિજય મેળવ્યો હતો અને બાંગ્લાદેશ ૪૬.૨ ઓવરમાં ૧૭૦ રનમાં ખખડી ગયું હતુ. ભારત હવે રવિવારે રમાનારી ફાઈનલમાં શ્રીલંકા કે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આવતીકાલે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે સેમિ ફાઈનલ રમાશે. ટોસ જીતીને બેટીંગ કરતાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ૧૦૪ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૭ રન ફટકાર્યા હતા. જ્યારે  સમીર ચૌધરીએ ૩૬ અને અનુજ રાવતે ૩૫ રન કર્યા હતા. બાંગ્લાદેશ તરફથી શોરીફૂલ ઈસ્લામે ત્રણ વિકેટ ઝડપી હતી. aજીતવા માટેના આસાન લાગતાં ૧૭૩ના ટાર્ગેટનો પીછો કરતાં બાંગ્લાદેશ તરફથી શમીમ હોસૈને ૧૧૪ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૯ રન કર્યા હતા. અખ્તર અલીએ ૪૫ તેમજ હસન જોયે ૨૫ રન કર્યા હતા. જોકે નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનું તેમને ભારે પડયું હતુ અને આખરે તેઓ બે રનથી હારીગયા હતા. મોહિત જાંગરાની સાથે અમદાવાદના સિદ્ધાર્થ દેસાઈએ ૩-૩ વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષ ત્યાગીને બે વિકેટ મળી હતી.

(4:30 pm IST)