Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

હોકીના મહાન ખેલાડી બલવીર સિંહની તબિયત લથડી

નવી દિલ્હી: મહાન હોકી ખેલાડી અને 3 વખત ઓલમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ બલવીર સિંહ સીનિયરને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાય છે. દિગ્ગજ સેન્ટર ફોરવર્ડ 94 વર્ષના બલવીર સીનીયરનો પીજીઆઇ હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. તેમનો ઇલાજ કરી રહેલા ડોક્ટરોએ તેમની હાલત હાલ નાજૂક છે તેમ જણાવ્યું છે.તેમના ઇલાજથી જોડાયેલા એક ડોક્ટરે જણાવ્યું કે તેમની શ્વાસ પ્રણાલીમાં શ્વાસ લેવા માટે નળી લગાવવામાં આવી છે. હાલ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે અને દર ચાર કલાકમાં તેમની સ્થિતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

(4:26 pm IST)