Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વિજય હજારે ટ્રોફી: નમન ઓઝાની આવી મુમેન્ટના લીધે મેચને 20 મિનિટ રોકવી પડી

`નવી દિલ્હી: ભારતીય ટીમથી બહાર બેટ્સ મને નમન ઓઝા વિજય હજારે ટ્રોફીની એક મેચ દરમ્યાન વિવાદમાં આવી ગયા છે. જ્યારે તેને મેદાવનમાં એમ્પાયર સાથે ખરાબ વર્તન કર્યું. વાત એટલી વધી ગઇ કે તેને એમ્પાયરને આંગળી પણ બતાવી. જેના કારણે મેચ 20 મિનિટ સુધી રોકવામાં આવી. પરંતુ દિલ્હીએ ગ્રુપ બી મેચમાં મધ્ય પ્રદેશને 75 રનથી હરાવી દીધી.આ ઘટના દાવના 28મી ઓવરમાં થઇ. દિલ્હીનાડ ડાબા હાથના બેટ્સ મેણ નીતીશ રાણા 26 રન બનાવી રમી રહ્યા હતા. તેને ડાબા હાથના સ્પિનર રમીજ ખાનના બોલ પર સ્વીપ શોટ રમ્યો અને સ્કોર લેગ પર ક્ષેત્ર રક્ષકનો કેચ પકડી લીધો. મધ્ય પ્રદેશના ખેલાડી સેલિબ્રેશન કરવા લાગ્યા ત્યારે નીતીશ રાણા ઉભા રહ્યા. એમ્પાયર રાજીવ ગોદાર ત્યાર બાદ લેગ એમ્પાયર નવદીપ સિંહની પાસે પહોંચ્યા અને ચર્ચા બાદ બન્નેએ ત્રીજા એમ્પાયરથી આ રેફરલ માંગી.રીપ્લે જોયા બાદ મેચ રેફરી નિતિન ગોયલે રાણાને નોટ આઉટ ગણાવ્યો. ત્યાર બાદ એક ટેસ્ટ, એક વનડે અને બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ઓઝા ગુસ્સે થઇ ગયો. તેણે ગોદારા તરફ અને આંગળી ઉઠાવીને ગુસ્સામાં પ્રથમ શ્રેણી એમ્પાયર તરીકે તેની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા. મેચ રેફરી ગોયલને ત્યાર બાદ મેદાન પર આવવું પડ્યું કારણકે આશરે 20 મિનિટ સુધી મેચ રોકવામાં આવી હતી અને મેચ ફરીથી શરૂ થઇ.નમન ઓઝાને રમત પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કડક સજાનો સામનો કરવો પડી શકે છે. કારણકે ગોયલે આ મામલે વિસ્તૃત રિપોર્ટ આપવાની ઘોષણા કરી છે. જણાવી દઇએ કે દિલ્હીએ પહેલા બેટિંગ કરતા નીતીશ રાણાની 98 બોલમાં 10 ફોર અને ત્રણ સિક્સની મદદથી 107 રનની ઇનિગ્સના કારણે આઠ વિકેટ પર 284 રન કર્યા.મેચ ફરીથી શરૂ થવા પર રાણાએ તેની સદી પુરી કરી અને ધ્રુવ શોરે (67)ની સાથે ત્રીજી વિકેટ માટે 147 રન કર્યા. આ પહેલા કેપ્ટન ગૌતમ ગંભીર (41) અને ઉન્મુક્ત ચંદ (41) પહેલા વિકેટ માટે 89 રન કરીને ટીમને સારી શરૂઆત કરી,

(4:25 pm IST)