Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રેપ-કેસમાં ફસાયેલો રોનાલ્ડો પોર્ટુગલની ટીમમાંથી બહાર

સ્કોટલેન્ડ અને પોલેન્ડ સામે રમાનારી બે આંતરરાષ્ટ્રીય મેચો માટે પોર્ટુગલની ટીમમાં એના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને સામેલ કરવામાં નથી આવ્યો. ટીમના કોચે એવો દાવો કર્યો છે કે આ ખેલાડીને આરામ આપવામાં આવ્યો છે. તાજેતરમાં જ રોનાલ્ડો પર એક અમેરિકન મહિલાએ રેપ કરવાનો આરોપ મૂકયો છે. જોકે રોનાલ્ડોએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે, પરંતુ તેની ટીમમાં પસંદગી ન થતાં વિવાદ વધુ વકર્યો છે.(૩૭.૪)

(3:49 pm IST)