Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

રૂમાલ કી રૂકાવટ કે લીએ ખેદ હૈ

કોહલીનો રૂમાલ ગૂમ થઈ જતાં મેચ અટકાવીને અમ્પાયર સહિત સૌ કોઈ એને શોધવામાં લાગી ગયા : કદાચ એ અનુષ્કાની ગીફટ હશે એવી કમેન્ટ પણ કોમેન્ટેટરોએ કરી

ગઈ કાલે શરૂ થયેલી વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ઘની પહેલી ટેસ્ટ-મેચ દરમ્યાન બેટિંગ કરવા ક્રીઝ પર આવેલા વિરાટ કોહલીનો રૂમાલ પડી જતાં રૂમાલ શોધવા માટે રમત અટકાવવામાં આવી હતી. એક તબક્કો તો એવો આવી ગયો કે રૂમાલ શોધવા માટે અમ્પાયર સુધ્ધાં કામે લાગી ગયા હતા અને પ્રેસિંગ રૂમમાં કેમેરામેનને પણ વોકી-ટોકીથી પૂછવામાં આવ્યું હતું કે કયાંય રૂમાલ દેખાય છે કે નહીં? ફાઇનલી રૂમાલ મળ્યો પણ એવી જ રીતે અને ટેલિકાસ્ટિંગના કેમેરામાં એ રૂમાલ દેખાઈ આવતાં બોલબોયે જઈને કોહલીને રૂમાલ આપ્યો હતો. કોહલીને રૂમાલ મળી ગયો પછી તેને રાહત થઈ અને એ પછી તેણે ક્રીઝ પર જ મોટું ધોયું હતું. આ રૂમાલ માટે એક તબક્કે તો કોમેન્ટરી-બોકસમાં પણ કોહલીની મશ્કરી થવાની શરૂ થઈ ગઈ હતી અને એવી કમેન્ટ થવા માંડી હતી કે પોસિબલી આ રૂમાલ અનુષ્કાની પહેલી ગિફ્ટ હશે એટલે જ કોહલી રૂમાલ ગુમ થતાં અટકી ગયો છે.(૩૭.૪)

(3:49 pm IST)