Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ફુટબોલ વર્લ્ડ કપ ૨૦૨૨નો ઓફિશિયલ લોગો જાહેર

આ વખતે દોહામાં રમાશે, ૩૨ ટીમો ભાગ લેશે, પ્રથમ વખત આરબ દેશમાં રમાશે

મુંબઈઃ ફુટબોલ વર્લ્ડ કપ વર્ષ ૨૦૨૨માં રમાશે. આ વખતે વર્લ્ડ કપ દોહામાં રમાશે. ત્યારે આ વર્લ્ડ કપ ૨૦૨૨નોઓફિશિયલ લોગો જાહેર કરી દેવામાં આવ્યો છે.તે કતારની સારામાં સારી સુવિધનું પ્રદર્શન કરે છે. કતારના રાષ્ટ્રધ્વજના રંગનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે. લોગોના બેકગ્રાઉન્ડમાં મરૂન કલર રાખવામાં આવ્યો છે. ફિફાએ જણાવ્યું હતું કે લોગોની ડિઝાઇન પ્રેરણા કતારના પરંપરાગત ઉનની શાલમાંથી લેવામાં આવી હતી.

લોગોને કતારની રાજધાની દોહામાં  બહાર પાડવામાં આવ્યો. તે અલ-જુબેરહ કિલ્લો, બુર્જ દોહા, સૌક વકફ અને કટારા કલ્ચરલ એમ્ફીથિએટરમાં દર્શાવવામાં આવ્યો હતો. હજારો લોકોએ દેશમાં દ્યણી આઇકોનિક ઇમારતો પણ તેને જોયો. તેનું અનાવરણ મુંબઇ, લંડન, મેકિસકો સિટી, જોહાનેસબર્ગ, સિઓલ અને પેરિસ સહિત ૨૪ શહેરોમાં કરવામાં આવ્યું હતું

 વર્લ્ડ કપ ૨૦૨૨માં ૨૧ નવેમ્બર ૧૮ ડિસેમ્બર  ડિસેમ્બર સુધી રમાશે. તે શિયાળામાં પ્રથમ વખત રમવામાં આવશે. અગાઉ તમામ વર્લ્ડ કપ ઉનાળામાં યોજવામાં આવતા હતા. એક એવો અંદાજ છે કે મેચ દરમિયાન દોહામાં તાપમાન આશરે ૨૦ ડિગ્રી જેટલું રહેશે. ટૂર્નામેન્ટમાં ૩૨ ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ પ્રથમ વખત આરબ દેશોમાં યોજાશે.

(11:23 am IST)