Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતને મળ્યું ગોલ્ડ: 50 મીટર પિસ્તોલમાં ઓમ પ્રકાશે જીત્યું મેડલ

નવી દિલ્હી:સાઉથ કોરિયામાં ચાલી રહેલી આઇએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ઓમ પ્રકાશ મિથાર્વલે ૫૦ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ભારતીય શૂટરે નોન-ઓલિમ્પિક કેટેગરીની ઈવેન્ટમાં ૬૦૦માંથી ૫૬૪નો સ્કોર કરતાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. ભારતના ૨૩ વર્ષીય શૂટર ઓમ પ્રકાશ અને સર્બિયાના ડામિર મિકે વચ્ચે ગોલ્ડ મેડલ માટે ભારે રસાકસીભર્યો જંગ ખેલાયો હતો, જેમાં ભારતીય શૂટર બે પોઈન્ટના અંતરથી વિજેતા બન્યો હતોસર્બિયાના મિકેને ૫૬૨ના સ્કોર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. જ્યારે સાઉથ કોરિયાના ડેમાયુંગ લી ને ૫૬૦ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ઈવેન્ટ ૨૦૨૦ના ઓલિમ્પિક સામેલ હોવાથી ક્વોલિફાઈંગ રાઉન્ડના પરિણામના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રસપ્રદ બાબત હતી કે, ભારતને ઈવેન્ટની જુનિયર કેટેગરીમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો. ભારતના અર્જુન સિંઘ ચીમાએ ગઈકાલે જુનિયર ૫૦ મીટર પિસ્તોલમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી.

(6:12 pm IST)