Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

એમરિકી ઓપન: પ્લીસ્કોવાને હરાવીને સેરેના પહોંચી સેમિફાઇનલમાં

નવી દિલ્હી: અમેરિકાની દિગ્ગ્જ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે પોતાના સારા ફોર્મનું પ્રદર્શન કરીને ચોથા તથા અંતિમ ગ્રેન્ડ  સ્લેમ અમેરિકી ઓપનના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે સેરેનાએ સતત નવમી વખત ટુર્નામેન્ટના અંતિમ 4માં જગ્યા બનાવી છે.

મહિલા એકલ વર્ગની ક્વાર્ટરફાઇનલમાં સેરેનાએ ચેક ગણરાજ્યની કૈરોલિના પ્લીસ્કોવ સાથે સીધા સેટોમાં 6-4,6-3થી જીત મેળવી હતી. એમરિકાની 36 વર્ષીય સેરેના પોતાના કરિયરના 24માં ગ્રેન્ડ સ્લેમ ખિતાબની નજીક પહોંચી છે. જો કે સેરેના ખિતાબ જીતી લેશે તો તે ઓસ્ટ્રેલિયાની દિગ્ગ્જ ખેલાડી માગ્રેટ કોટ્ર્સના રેકોર્ડની બરાબરી કરી લેશે

 

(6:04 pm IST)