Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ટીમ ઇન્ડિયાના નીચા બેટિંગ સ્તર માટે મુખ્યકોચ રવિ શાસ્ત્રી અને સંજય બાંગર જવાબદાર ;સૌરભ ગાંગુલી

  ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડમાં એક મેચ પહેલા જ ટેસ્ટ શ્રેણીમાં પરાજય પર આલોચનાઓની સાથે કારણોના વિશ્લેષણોનો દોર શરૂ થઈ ગયો છે.ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીનું માનવું છે કે ટીમ ઈન્ડિયાની બેટિંગનું સ્તર નીચું આવી ગયું છે અને તે માટે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ સંજય બાંગર જવાબદાર છે.

   સૌરવનું માનવું છે કે વિદેશની પિચો પર ભારતની ખરાબ બેટિંગ માટે માત્ર બેટ્સમેનો જવાબદાર નથી.એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં દાદાએ કહ્યું, આ પરિણામો માટે મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બેટિંગ કોચ સંજય બાંગરે પણ જવાબદારી લેવી જોઈએ કારણ કે એક બેટ્સમેન સારી બેટિંગ કરી રહ્યો છે બાકીને ફેલ જઈ રહ્યાં છે.

  સૌરભ ગાંગુલીએ એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આવા સવાલોનો જવાબ નહીં મળે ત્યાં સુધી ત્રણ વિદેશી પિચો (ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં શ્રેણી જીતવી મુશ્કેલ થશે.

(5:02 pm IST)