Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કઝાકિસ્તાનનો હરીફ ખેલાડી બચકાં ભરતો રહેલ પરંતુ ભારતીય પહેલવાન રવિ દહિયાએ પકડ ન છોડી

ટોકયો,તા. ૫: ફ્રીસ્ટાઇલ પહેલવાન રવિ કુમાર દહિયાએ પુરુષોના ૫૭ કિલોગ્રામ વર્ગમાં ફાઇનલ માટે કવોલીફાઇ કર્યું છે. આ મુકાબલાની અમુક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રમત દરમિયાન સામેના ખેલાડીએ ખેલ ભાવના દાખવી ન હતી. ૨૩ વર્ષીય દહિયાની લડાઈ કઝાકિસ્તાનના નૂરિસ્લામ સનાયેવ સામે હતી. દહિયા નૂરિસ્લામ સામે ૭-૯થી પાછળ ચાલી રહ્યો હતો. આ સમયે તેણે વિકટ્રી બાઈ ફોલના માધ્યમથી જીત નિશ્ચિત કરી લીધી હતી. જોકે, આ દરમિયાન કઝાકિસ્તાનના પહેલવાને રવિ દહિયાને પોતાના પરથી હટાવવા માટે સતત રવિના હાથ પર બચકા ભર્યાં હતાં. જોકે, રવિએ પકડ છોડી ન હતી. અને શાનદાર જીત મેળવી હતી.

પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે આ ઘટના પર નિરાશા વ્યકત કરતા લખ્યું છે કે, આ યોગ્ય નથી. જોકે, તેનાથી આપણા રવિ દહિયાનો ઉત્સાહ ઘટ્યો નથી. તેણે હાથ પર બચકાં ભરી લીધા હતા. કઝાકિસ્તાનના હારેલા નૂરિસ્લામ સનાયેવ આ ખૂબ જ શરમજનક છે. રવિ, ગજબ, તે કુસ્તીમાં અમારી છાતી ફૂલાવી દીધી.

(3:23 pm IST)