Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ધોનીને 2011ના વર્લ્‍ડકપ સુધી તેના ઉપર ખૂબ વિશ્વાસ હતો પરંતુ જ્‍યારે તે પરફ ફર્યો તો વસ્‍તુઓ બદલાઇ ગઇઃ યુવરાજસિંહનો ખુલાસો

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહએ તે સમયને યાદ કર્યો છે કે જ્યારે તેમને ખબર પડી હતી કે તે વર્લ્ડ કપ 2019માં ભાગ લેવાના નથી. યુવરાજે ભારતીય ટીમ માટે છેલ્લી મેચ 2017માં વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ રમી હતી. તે વર્ષે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી અને 11 વનડે મેચોમાં 372 રન બનાવ્યા હતા જેમાં કટકમાં ઇગ્લેંડ વિરૂદ્ધ રમવામાં આવી 150 રનોની ઇનિંગ સામેલ હતી.

યુવરાજે કહ્યું કે 'મેં જ્યારે વાપસી કરી તો વિરાટ કોહલીએ મારું સમર્થન કર્યું. જો તે મારો સાથ ન આપતા તો હું વાપરી ન કરી શકત, પરંતુ તે મહેન્દ્ર સિંહ ધોની હતા જેમણે 2019 વર્લ્ડ કપને લઇને મારી સામે સત્ય રાખ્યું અને મને કહ્યું કે ચયનકર્તા તમારા તરફ જોઇ રહ્યા નથી. યુવરાજ સિંહે કહ્યું કે ધોનીને 3011 વર્લ્ડકપ  સુધી તેના પર ખૂબ વિશ્વાસ હતો પરંતુ જ્યારે તે પરત ફર્યા તો વસ્તુઓ બદલાઇ ગઇ. યુવરાજે 3025 વર્લ્ડકપ ટીમમાં પણ ભાગ લીધો ન હતો.

યુવરાજે કહ્યું કે 2011 વર્લ્ડકપ સુધી ધોનીનો મારા પર ખૂબ વિશ્વાસ હતો અને મને કહેતા હતા કે તમે મારા ખેલાડી છો. પરંતુ ઇજાથી પરત આવ્યા બાદ વસ્તુઓ બદલાઇ ગઇ અને ટીમમાં ઘણા પ્રકાર ફેરફાર થયા. એટલા માટે જ્યાં સુધી 2015 વર્લ્ડકપની વાત છે તો તમે કોઇ એક વસ્તુને લઇને કશું નહી શકાય. આ ખૂબ વ્યક્તિગત નિર્ણય છે. હું સમજી ગયો કે એક કેપ્ટન તરીકે તમે હંમેશા દરેક વસ્તુઓને યોગ્ય ન ગણાવ્યા કારણ કે અંતમાં તમારે જોવાનું છે કે ટીમ કેવું પ્રદર્શન કરી રહ્યા છે.

(5:09 pm IST)