Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

વિકેટની ઉશ્કેરણીજનક ઉજવણી બદલ ઇશાંત શર્માને દંડ

નવી દિલ્હીઃ ભારતના ઝડપી બોલર ઇશાંત શર્માએ ઇંગલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ડેવિડ મલાનની વિકેટ લઇને અયોગ્ય રીતે ઉજવણી કરતા પગલા ભરવામાં  આવ્યા છે. જેમાં ઇશાંત શર્માને મેચ ફીના ૧પ ટકા દંડ ફટકારવા ઉપરાંત તેની સામે એક  ડિમેરિટ અંક જોડાયો છે.  આઇસીસીએ આ મામલે જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે, આઇસીસી ખેલાડીઓની  આચારસંહિતાના લેબલ એકનું  ઉલ્લંઘન કરવા બદલ ઇશાંત સામે કાર્યવાહી કરવામાં  આવી છે. ઇશાંતે  સંહિતાના અનુચ્છેદ ર.૧.૭ ને તોડયો હતો.  જેમાં વિરોધી ખેલાડી સામે  આઉટ થવા ઉપર અયોગ્ય ભાષા કે ઇશારા કરવા માટે રજાની જોગવાઇ  કરવામાં આવી છે.  વધુમાં ઇશાંત શર્માએ   આપેલી પ્રતિક્રિયા વિરોધી ટીમના ખેલાડીને પણ ઉશ્કેરી શકે તેવી હોવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે  ઇશાંત શર્માએ પણ મેચ બાદ પોતાની ભૂલ સ્વિકારી લીધી હતી અને દંડને માન્ય રાખ્યો હતો.

(12:27 pm IST)