Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ઈંગ્લેન્ડના ક્રિકેટર કરનને કોરોના

અશક્તિ લાગતા પોતાને આઇસોલેટ કર્યો

લંડન, તા. ૫ : ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર સૅમ કરને બુધવાર રાતથી તબિયત બગડતાં પોતાને સેલ્ફ-આઈસોલેટ કરી દીધો છે. સૅમ કરન વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી ટેસ્ટ મૅચમાં રમનારો પ્લેયર છે. વૉર્મઅપના પહેલા દિવસે પ્રૅક્ટિસ કર્યા બાદ રાતે તેને અશક્તિ લાગી હતી અને પેટ પણ ખરાબ થયું હતું. ઇસીબીએ જણાવ્યું કે 'ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર સૅમ કરન અશક્તિ અને પેટ ખરાબ હોવાથી હેરાન થઈ રહ્યો છે... ડૉક્ટરોની ટીમ સતત તેનું ચેકઅપ કરી રહી છે અને તેની કોરોના-ટેસ્ટ પણ કરવામાં આવી રહીછે. ૮ જુલાઈથી ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મૅચમાંની પહેલી ટેસ્ટ મૅચ રમાવાની છે.

(7:56 pm IST)