Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પેરુએ ઇતિહાસ રચ્યો : ચિલીને હરાવીને44 વર્ષમાં પહેલી વાર કોપા અમેરિકાની ફાઈનલમાં પહોંચ્યું

સતત ત્રીજી વખત ટાઈટલ જીતવાનું ચિલીનું સ્વપ્ન રોળાઈ ગયું

 

પેરૂએ છેલ્લા બે વખતની ચેમ્પિયન ચિલીની ટીમને૩-૦થી હરાવીને કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશીને ઈતિહાસ રચી દીધો છે. સાથે પેરૂ ૪૪ વર્ષમાં પહેલી વખત કોપા અમેરિકાની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જ્યારે સતત ત્રીજી વખત ટાઈટલ જીતવાનું ચિલીનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ.

   હવે ભારતીય સમય પ્રમાણે રવિવારે મધરાત બાદ .૩૦થી પેરૂ અને બ્રાઝિલ વચ્ચે કોપા અમેરિકાની ફાઈનલ રમાશે. પેરૂ તરફથી એડિસન ફ્લોરેસ, યોશીમાર યોટન અને પાઓલો ગ્યુઈરેરોએ ગોલ ફટકાર્યા હતા. ચિલી એક પણ ગોલ નોંધાવી શક્યું નહતુ. નોંધપાત્ર છે કે, પેરૂ .. ૧૯૭૫ બાદ પહેલી વખત કોપા અમેરિકાની ફાઈનલમાં પ્રવેશ્યું હતુ.

કોપા અમેરિકામાં સતત ત્રણ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ આર્જેન્ટીનાએ ૧૯૪૦ના દશકમાં મેળવી હતી, જેની બરોબરી કરવાની તક ચિલી ચૂકી ગયું હતુ. વિડાલ, સાન્ચેઝ જેવા ખેલાડીઓ કમાલ દેખાડી શક્યા નહતા.

(10:38 pm IST)