Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વર્લ્ડ કપ : ટોપ પરફોર્મર

રોહિત શર્માને નવો રેકોર્ડ સર્જવાની સુવર્ણ તક

કુમાર સંગાકારાના ચાર સદી માટે રેકોર્ડને તોડવાની તક

         લીડ્સ,તા. ૫ : આઇસીસી વર્લ્ડ કપમાં પહેલાથી જ ભારતીય ટીમ સેમીફાઇનલમાં પહોંચી ગઇ હોવા છતાં ટીમ ઇન્ડિયા આવતીકાલે શ્રીલંકા સામેની મેચમાં પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરનાર છે. આના માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં દેખાઇ રહી છે. આવતીકાલની મેચમાં જો રોહિત શર્મા વધુ એક સદી ફટકારી દેશે તો કોઇ એક વર્લ્ડ કપમાં સૌથી વધારે સદી ફટકાર ખેલાડી બની જશે. છેલ્લી મેચમાં સદી કરીને રોહિત શર્માએ એક વર્લ્ડ કપમાં સૌથી વધારે સદી ચાર કરવાના શ્રીલંકાના બેટ્સમેન કુમાર સંગાકારાના રેકોર્ડની બરોબરી કરી હતી. હવે તેની પાસે આ રેકોર્ડને તોડવા માટેની તક રહેલી છે. વર્લ્ડકપમાં ટોપ પરફોર્મરો નીચે મુજબ છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ રન

*    ભારતના રોહિત શર્માએ ચાર સદી અને એક અડધી સદી સાથે ૫૪૪ રન કર્યા છે

*    બાંગ્લાદેશના શાકીબ અલ હસને હજુ સુધી બે સદી અને ચાર અડધી સદી સાથે ૫૪૨ રન કર્યા છે

*    ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે બે સદી અને ત્રણ અડદી સદી સાથે ૫૧૬ રન કર્યા

*    ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચે બે સદી અને ત્રણ અડધી સદી સાથે ૫૦૪ રન કર્યા છે

*    ઇંગ્લેન્ડના જોઇ રૂટે બે સદી અને ત્રણ અડધી સદી સાથે ૫૦૦ રન કર્યા છે

*    ન્યુઝીલેન્ડના કેન વિલિયમસને બે સદી અને એક અડધી સદી સાથે ૪૮૧ રન કર્યા છે

વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ

*    ઓસ્ટ્રેલિયાના માઇકલ સ્ટાર્કે પાંચ વિકેટ બે વખતની સાથે ૨૪  વિકેટ ઝડપી છે

*    ન્યુઝીલેન્ડના ફર્ગુસને હજુ સુધી ૧૭ વિકેટ ઝડપી છે

*    ઇંગ્લેન્ડના આર્ચરે હજુ સુધી ૧૭ વિકેટ ઝડપી છેે

*    પાકિસ્તાનના મોહમ્મદ આમીરે પાંચ વિકેટ એક વખતની સાથે ૧૬ વિકેટ ઝડપી છ

*    ઇંગ્લેન્ડના માર્ક વુડ્સે ૧૬ વિકેટ ઝડપી છે

(7:33 pm IST)