Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

વિમ્બલ્ડનના ત્રીજા રાઉન્ડમાં પહોંચીને ફેડરરે કરી જિમી કોનર્સના રેકોર્ડની બરાબરી

લંડન : વર્લ્ડ નંબર ૩ અને સ્વિટ્ર્ઝર્લેન્ડના ખેલાડી રોજર ફેડરરે વિમ્બલ્ડન ઓપનના બીજા રાઉન્ડમાં બ્રિટીશ ખેલાડી જય કલાર્કને હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેણે જયને ૬-૧, ૭-૬, ૬-૨થી હરાવ્યો હતો. આ જીત સાથે ફેડરરે વિમ્બલ્ડન ઓપન ટુર્નામેન્ટના મેન્સ સિંગલ્સમાં ત્રીજા રાઉન્ડમાં હાઈએસ્ટ ૧૭ વખત પ્રવેશ કરનાર અમેરીકન ખેલાડી જિમી કોનર્સના રેકોર્ડની બરોબરી કરી હતી. હવે તેનો મુકાબલો લુકાસ પોઉલી અથવા ગ્રેગોરી બેરેરે સામે થશે.

(3:35 pm IST)