Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પેરૂએ ડિફેન્ડીંગ ચીલીને ૩-૦થી હરાવ્યુઃ ૪૪ વર્ષ બાદ કર્યો ફાઈનલમાં પ્રવેશ

કાલે આર્જેન્ટીના અને ચીલી વચ્ચે ત્રીજા સ્થાન માટે મુકાબલો

નવી દિલ્હી : બ્રાઝીલમાં રમાઈ રહેલી કોપા અમેરીકા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો છે. પેરૂએ બુધવારે સેમી ફાઈનલમાં બે વખતની ડીફેન્ડીંગ ચેમ્પિયન ચીલીને ૩-૦થી પરાજય આપ્યો હતો. ટીમ માટે એડીસન ફલોરેસ (૨૧મી મિનિટ), યોશીમાર યોતુમ (૩૮મી મિનિટ) અને પાઓલો ગુરેરો (૯૦+૧ મિનિટ)એ ગોલ કર્યા હતા. પેરૂની ટીમ ૧૯૭૫માં કોલંબિયાને હરાવીને કોપા અમેરિકા ચેમ્પિયન રહી હતી.

ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો પેરૂ અને યજમાન બ્રાઝિલ વચ્ચે રમાશે. આ મેચ ૭ જુલાઈએ રવિવારે મરકાના સ્ટેડિયમમાં રમાશે. બ્રાઝિલે સેમી ફાઈનલ મુકાબલામાં બુધવારે આર્જેન્ટીનાને ૨-૦થી પરાજય આપ્યો હતો. ચીલી સતત ત્રીજી વાર ટાઈટલ જીતવાનું ચૂકી ગયુ છે.

(3:33 pm IST)