Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ નવા ખેલાડીઓને પૂછ્યા અનેક સવાલોઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

માન્‍ચેસ્ટરઃ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ક્રિકેટ ટીમમાં નવા આવેલા ખેલાડીઓને અનેક પ્રશ્નો પૂછ્યા હતાં, જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

ઈંગ્લેન્ડના પ્રવાસ પર ગયેલા ભારતીય ટીમમાં કેટલાક નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નવા જોડાયેલા ખેલાડીઓને ટીમના સિનિયર ખેલાડીઓ સામે ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં સિનિયર પ્લેયર્સે જુનિયર ખેલાડીઓને કેટલાક સવાલો કર્યા હતા. આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

જુનિયર ખેલાડીઓ સાથે મસ્તી કરતા નવા ખેલાડીઓના વીડિયોમાં ટીમના કોચ રવિ શાસ્ત્રી પણ દેખાય છે અને જાણે તેઓ પણ આ ખેલાડીઓની મસ્તની મજા લઈ રહ્યા છે.

વીડિયોમાં સૌથી પહેલા દીપક ચાહરનો છે, જે ખુરશી પર ઉભો રહીને સવાલના જવાબ આપે છે. આ ખેલાડીને પૂછવામાં આવ્યું કે ક્યાંથી છો અને કેવું લાગે છે? તેના જવાબમાં ચાહરે કહ્યું- મારું નામ દીપક ચાહર છે. આગરાથી છું, રાજસ્થાન માટે રમું છું. દરેકનું સપનું હોય છે કે ભારતીય ટીમમાં રમવાની તક મળે. તમારા બધાની સાથે રમીને સારું લાગશે.

આ પછી હાર્દિક પંડ્યાના ભાઈ ક્રુણાલ પંડ્યાનો વારો આવે છે. જેમાં ક્રુણાલ પંડ્યા ખુરશી પર ચઢીને કહે છે, “મને બહુ સારું લાગે છે.

પાછળથી કોઈ તેને કહે છે કે, પહેલા પોતાનું નામ જણાવો તો તે કહે છે- ‘મારું નામ ક્રુણાલ પંડ્યા છે. હું વડોદરા, ગુજરાતથી છું, જે ભારતમાં છે.’ ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે જ્યાં તેણે 3 T20, 3 ODI અને 5 Test મેચ રમવાની છે.

(6:07 pm IST)