Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બ્રાઝીલની ટીમ રશિયામાં રમાતા ફીફા વિશ્વકપનો ટાઇટલ જીતશેઃ મહાન ફુટબોલ ખેલાડી ડિએગો મારાડોનાની ભવિષ્‍યવાણી

મોસ્‍કોઃ ફીફા વર્લ્ડકપમાં બ્રાઝીલની ટીમ વિશ્વકપ જીતીને છઠ્ઠુ ટાઇટલ જીતશે તેમ મહાન ફુટબોલ ખેલાડી ડિએગો મારાડોનાએ આગાહી કરતા જણાવ્યું છે.

બ્રાઝીલે સોમવારે મેક્સિકોને વિશ્વકપની 21મી સીઝનના અંતિમ-16ના મેચમાં 2-0થી પરાજય આપ્યો હતો. સમાચાર એજન્સી સિન્હુઆ પ્રમાણે, બ્રાઝીલના નેમાર અને રોબેટરે ફર્મિનોના દમ પર સમારા એરિનામાં રમાયેલી મેચમાં મેક્સિકોને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી જ્યાં તે બેલ્જિયમ સામે ટકરાશે. 

વેનેજુએલાના સમાચાર ચેનલ ડે લા માનો ડે ડિએજે મારાડોનાના હવાલાથી  કહ્યું, હું આ ટીમને મજબૂત માનું છું અને તેને ટાઇટલ જીતતી જોવા મળું છું. તેમણે કહ્યું, હું બ્રાઝીલના કોચ ટીટેને પસંદ કરૂ છું. મેક્સિકો તે મેચને તે પ્રમાણે રમવા ઈચ્છતી હતી જે રીતે તે જર્મની વિરુદ્ધ રમી હતી. તમે મેક્સિકો પાસે આનાથી વધારે આશા ન રાખી શકો. 

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ આર્જેન્ટીનાના કોચ તરીકે વાપસી કરી શકે છે તો તેમણએ કહ્યું, હા હું કરી શકુ છું અને તે માટે હું કશું નહીં  માગું. મારાડોના 2010માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વિશ્વકપમાં આર્જેન્ટીનાના કોચ હતા જ્યાં તેને ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આર્જેન્ટીનાને આ વિશ્વકપના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના હાથે 3-4થી હાર બાદ સ્વદેશ પરત ફરવું પડ્યું છે. 

ફુટબોલ વિશ્વકપમાં આર્જેન્ટીનાના નિરાશાજનક પ્રદર્શન બાદ જોર્જ સમ્પાઓલી પર કોચ પદથી રાજીનામું આપવાનું વધતા દબાણ વચ્ચે ડિએગો મારાડોનાએ કહ્યું કે તેઓ કોચ પદ પર પરત ફરવા માંગે છે અને ફ્રીમાં કામ કરવા માટે તૈયાર છે. 

પોતાના ટીવી કાર્યક્રમ હૈંડ ઓફ ગોડમાં 57 વર્ષીય મહાન ખેલાડીએ કહ્યું કે, રાષ્ટ્રીય ટીમની હાલની સ્થિતિ જોવી દુખદ છે. મારાડોના 2008ખી 2010 વચ્ચે બે વર્ષ સુધી આર્જેન્ટીનાના કોચ હતા. તેમણે વેનેજુએલાના એક ટીવી ચેનલ પર પ્રસારિત થનારા પોતાના કાર્યક્રમમાં કહ્યું, હું રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરવા  માટે પરત ફરીશ અને આ હું ફ્રીમાં કરીશ, બદલામાં કંઇ માંગીશ નહીં.

(6:06 pm IST)