Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ફેડરર ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી

નવી દિલ્હી: વિમેન્સ સિંગલ્સમાં ક્વિટોવા અને શારાપોવા બહારફેડરરે બીજા રાઉન્ડમાં સ્લોવેકિયાના લુકાસ લેકો સામે ૬-૪, ૬-૪, ૬-૧થી વિજય મેળવતા આગેકૂચ કરી હતી. ફેડરરની સાથે સાથે કેનેડાના રાઓનિકે સીધા સેટોમાં પણ જોરદાર સંઘર્ષ બાદ ઓસ્ટ્રેલિયાના મીલમેનને ૭-૬ (૭-૪), ૭-૬ (૭-૪), ૭-૬ (૭-૪)થી હરાવીને મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. સિઝનની ત્રીજી અને ઐતિહાસિક મહત્વ ધરાવતી ગ્રાસ કોર્ટ પર રમાઈ રહેલા ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં ગઈકાલે મોડી રાત્રે ભૂતપર્વ વર્લ્ડ નંબર વન યોકોવિચે વિજયી શુભારંભ કર્યો હતો. તેણે અમેરિકાના સેન્ડગ્રેનને ૬-૩, ૬-૧, ૬-૨થી હરાવ્યો હતો. ચોથો સીડ ધરાવતા ઓસ્ટ્રીયાના આશાસ્પદ ખેલાડી થિએમને સાયપ્રસના અનુભવી ખેલાડી બઘડાટિસ સામે ઈજાના કારણે મેદાન છોડવું પડયું હતુ. બઘડાટિસ સામે થિએમ ૬-૪, ૭-૫, ૨-૦થી પાછળ હતો, ત્યારે ખસી ગયો હતો. ઓસ્ટ્રેલિયાના એબ્ડેને બેલ્જીયમના ૧૦મો સીડ ધરાવતા ગોફિનને ૬-૪, ૬-૩, ૬-૪થી હરાવીને અપસેટ સર્જ્યો હતો. ૧૮મો સીડ ધરાવતો અમેરિકાનો જેક સોક ઈટાલીના બિનક્રમાંકિત ખેલાડી બેરેટ્ટીની સામે ૭-૬ (૭-૫), ૭-૬ (૭-૩), ૪-૬, ૫-૭, ૨-૬થી હારી ગયો હતો. ઓસ્ટ્રેલિયાના ડેનિસ નોવાકે ૬-૪, ૬-૨, ૬-૭ (૮-૧૦), ૩-૬, ૬-૨થી ફ્રાન્સના લુકાસ પોઉલે સામે અણધારી જીત મેળવી હતી. વિમેન્સ સિંગલ્સમાં અમેરિકાની વિનસ વિલિયમ્સે ૪-૬, ૬-૦, ૬-૧થી રોમાનિયાની ડુલ્ગહેરુને અને સાતમો સીડ ધરાવતી ચેક રિપબ્લિકની પ્લીસકોવાએ ૬-૩, ૬-૩થી બેલારૃસની એઝારેન્કાને હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે રશિયાની ડીએટચેન્કો સામે ૬-૭ (૩-૭), ૭-૬ (૭-૩), ૬-૪થી મારિયા શારાપોવા અને બેલારૃસની સાસ્નોવિચ સામે ૬-૪, ૪-૬, ૬-૦થી ચેક રિપબ્લિકની આઠમો સીડ ધરાવતી પેટ્રા ક્વિટોવા હારી જતા અપસેટ સર્જાયા હતા. જોકે ટોપ સીડ સિમોના હાલેપ, ત્રીજો સીડ ધરાવતા મુગુરૃઝા તેમજ કેર્બેર સહિતની અન્ય ખેલાડીઓએ આગેકૂચ કરી હતી.

(5:47 pm IST)