Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ઈટાલિયન કલબે રોનાલ્ડોને 8 હજાર કરોડની ઓફર કરી

નવી દિલ્હી: ફૂટબોલ જગતના સુપર સ્ટાર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોની પોર્ટુગલ ભલે વર્લ્ડકપની બહાર ફેંકાઈ ગઈ હોય પણ રોનાલ્ડોની બોલબાલા હજી પણ યથાવત છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે રોનાલ્ડો સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડની જગ્યાએ ઈટાલિયન ક્લબ જુવેન્ટસ માટે રમી શકે છે કારણકે જુવેન્ટસે રોનાલ્ડોને પોતાના માટે રમવા 100 કરોડ યુરો(8000 કરોડ રુપિયા)ની ઓફર કરી છે. રિયલ મેડ્રિડ માટે રોનાલ્ડો 451 ગોલ કરી ચુક્યો છે.ઉપરાંત પ મેના રોજ ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતાડવામાં પણ રોનાલ્ડોનો મહત્વનો રોલ રહ્યો હતો. જોકે જુવેન્ટસ ક્લબે આ પહેલા પણ આર્જેન્ટિનાના સ્ટ્રાઈકર ગોન્ઝાલો હિમ્યુએન સાથે 90 કરોડ યુરોનો કરાર કર્યો હતો. રોનાલ્ડોને આ પહેલા 2009માં રિયલ મેડ્રિડે 80 કરોડ યુરો આપીન માન્ચેસ્ટર યુનાઈટેડ પાસેથી ખરીદયો હતો.એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે રોનાલ્ડો રિયલ મેડ્રિડ સાથે ખુશ નથી. પહેલા પણ તે રિયલ મેડ્રિડ છોડવાના સંકેતો આપી ચુક્યો છે. જોકે રોનાલ્ડોને થયેલી ઓફર અંગે રિયલ મેડ્રિડ કે જુવેન્ટસે હજી સુધી કોઈ નિવેદન આપ્યુ નથી.

(5:45 pm IST)