Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ધોનીએ પાકિસ્તાનના અકમલનો રેકોર્ડ તોડ્યો

ટી-૨૦માં ૯૦ મેચમાં ૩૩ સ્ટમ્પીંગ

નવી દિલ્હીઃ ભારતે પોતાના ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત જીતની સાથે કરી છે. ઇંગ્લેન્ડ પ્રવાસના પ્રથમ ટી૨૦ મેચમાં ટીમ ઇન્ડિયાએ ૮ વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં એક વખત ફરી વિકેટકીબર મહેન્દ્ર સિંહ દોનીની સ્ટમ્પિંગની કમાલ ફેન્સને જોવા મળી. કુલદીપ યાદવ અને મહેન્દ્ર સિંહ ધોનીની જુગલબંધીએ ઇંગ્લેન્ડની બે મોટી વિકેટ ઝડપી હતી. આ સાથે જ ધોનીએ પોતાના નામે એક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો. તેણે ઘણા વિકેટકીપર્સને પાછળ છોડતા આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ઘ પ્રથમ ટી૨૦ મેચ ધોની માટે ખૂબ જ યાદગાર રહી. આ મેચ દરમિયાન તે દુનિયાનો પહેલો એવો વિકેટકીપર બની ગયો જેણે ટી૨૦માં સૌથી વધુ ખેલાડીઓને સ્ટમ્પ આઉટ કર્યા. ધોનીએ પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલને પાછળ છોડતા આ સિદ્ઘિ મેળવી છે. ટી૨૦માં સૌથી વધુ સ્ટમ્પિંગ કરનારા ટોપ-૫ વિકેટકીપર્સ નીચ પ્રમાણે છે.

મહેન્દ્ર સિંહ ધોની (ભારત) - ૯૦ મેચોમાં ૩૩ સ્ટમ્પિંગ્સ, કામરાન અકમલ (પાકિસ્તાન) - ૫૮ મેચોમાં ૩૨ સ્ટમ્પિંગ, મોહમ્મદ શેહઝાદ (અફઘાનિસ્તાન) - ૬૩ મેચોમાં ૨૮ સ્ટમ્પિંગ, મુશ્ફિકર રહીમ (બાંગ્લાદેશ) - ૭૧ મેચોમાં ૨૬ સ્ટમ્પિંગ, કુમાર સંગાકારા (શ્રીલંકા) - ૫૬ મેચોમાં ૨૦ સ્ટમ્પિંગ.

(12:45 pm IST)