Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સચિનની કુલ સંપતિ છે અધધ... ૮૩૪ કરોડ

જાણીતા કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે, એસ્ટેટમાં પણ રોકાણ, બીસીસીઆઇ પણ દર મહિને આપે છે ૫૦ હજારનું પેન્શન

નવી દિલ્હી : માસ્ટર બ્લાસ્ટર  સચિન તેંડુલકરની કુલ સંપત્તિ લગભગ ૮૩૪ કરોડ રૂપિયા છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. તેમની કુલ સંપત્તિનો એક મોટો ભાગ ક્રિકેટમાંથી આવ્યો. જ્યારે તેમણે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને નફો મેળવ્યો છે. અનેક બ્રાંડ સાથે છે સચિનના કરાર

સચિન કોકા કોલા, એડિડાસ, બીએમડબલ્યૂ ઈન્ડિયા, તોશિબા, જિલેટ અને અનેક જાણીતી બ્રાંડ સાથે જોડાયેલો રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેંડુલકરે એકલા કોકા કોલાની સાથે કરારથી ૨૦૧૧-૨૦૧૩ની વચ્ચે ૧.૨૫ મિલિયન ડોલરની કમાણી કરી.  બ્રાંડ એન્ડોર્સમેન્ટથી ૬૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી બીસીસીઆઇને દર મહિને ૫૦ હજાર રૂપિયા પેન્શન તરીકે મળે છે. તેંડુલકરને સર્વોચ્ય સન્માન ભારત રત્ન પણ મળી ચૂક્યો છે. અને તેનાથી દર મહિને પેન્શન તરીકે તેમને સારી રકમ મળે છે. એટલું જ નહીં તેંડુલકરને પદ્મ વિભૂષણ, પદ્મશ્રી, અર્જુન એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે.સચિન આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે અને જોકે તે આઈકોનના રૂપમાં ફ્રેન્ચાઈઝીનો ભાગ છે.

(2:57 pm IST)