Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ધોનીના ઘરે એક મહિનાની અંદર આવ્યો એક નવો મહેમાન :પત્ની સાક્ષીએ શેયર કરી તસ્વીર

તેમના ઘેર આવનારા નવા મહેમાનનું નામ ચેતક રાખ્યું

મુંબઈ : ટીમ ઇન્ડિયાને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફે કેપ્ટન માહીને ત્યાં નવા મહેમાનની એન્ટ્રી થઇ. છે. જેની સાક્ષી ધોનીએ જીવાના  ઇંસ્ટાગ્રામ પર ખુશી ખુશી માહિતી પર શેર કરી છે. સાથે જણાવ્યું કે તેમના ઘેર આવનારા નવા મહેમાનનું નામ ચેતક રાખ્યું છે. કોરોનાને કારણે ઇન્ડિયન પ્રિમીયર લીગ ની  14મી સીઝન અધવચ્ચે જ બંધ થઇ ગઇ. હવે ક્રિકેટરો રિલેક્સ મૂડમાં છે. ત્યારે ધોની પણ તેના ચેન્નાઇના સાથી ગુજ્જુ રવિન્દ્ર જાડેજાના પગલે ચાલ્યો છે.

સાક્ષીએ ચેતકનો વીડિયો શેર કરી લખ્યું કે ઘરમાં તમારુ સ્વાગત છે ચેતક, તમે લીલી (ધોનીના ડોગનું નામ)ને મળ્યા તો તમે એક જેન્ટલમેન જેવો વ્યવહાર કર્યો. તમારું હંસી-ખુશી અમારા પરિવારમાં સ્વાગત કરવામાં આવે છે

વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીને બાઇકનો બહુ શોખ છે. તે સર્વવિદિત છે. પરંતુ આ વખતે તેણે જરા હટકે પરંતુ રવિન્દ્ર જાડેજાને પગલે ચાલી તેનુ અનુકરણ કર્યું છે.

 બાપુ જાડેજાને ઘોડાઓનો ગાંડો શોખ છે. તેના માટે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરે પોતાના ફાર્મ હાઉસમાં જ ઘોડા માટે એક અલગ ફાર્મ બનાવી દીધું. જાડેજા જ્યારે ગુજરાતમાં પોતાના ઘેર હોય ત્યારે આ ઘોડાની જાતે દેખરેખ રાખવાનું બહુ પસંદ કરે છે.

હવે બાઇક શોખીન ધોની પણ જાડેજાના પગલે ચાલી રહ્યો છે. આમ તો ધોનીના રાંચીના ફાર્મ હાઉસમાં સ્ટ્રોબેરી લઇ તમામ પ્રકારના શાકનું વાવેતર થાય છે. ધોનીની ઓર્ગેનિક ખેતીના ચર્ચા પણ આખા વિશ્વમાં છે. અહીં ઉગાડાયેલા શાક દુબઇ અને અન્ય દેશોમાં એક્સપોર્ટ કરવમાં આવે છે. ચેતકને પણ આ ફાર્મહાઉસનો જ એક સભ્ય બનાવવામાં આવ્યો છે.

હવે ચેતક વિષે જાણીએ તો ચેતક એક ઘોડો છે. જેને ધોની અને સાક્ષીએ પોતાના પરિવારનો હિસ્સો બનાવ્યો છે અને તેના માટે ફાર્મ હાઉસમાં વ્યવસ્થા પણ કરી છે. નોંધનીય છે કે આઇપીએલની 14મી સીઝન કોરોનાની ભેટ ચઢી ગઇ

(10:28 am IST)
  • નાઇઝીરીયાએ ટ્વીટર પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મુક્યો: નાઇઝીરીયા મુજબ દેશના કોર્પોરેટને નીચા દેખાડવા સાઈટનો થઇ રહ્યો છે ઉપયોગ: અત્રે ઉલેલ્ખનીય છે કે બે દિવસ પહેલા જ ટ્વિટરે રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીની એક પોસ્ટ હટાવી હતી:આ પોસ્ટમાં ક્ષેત્રીય અલગાવવાદીઓને સજા આપવાની ધમકી આપવામાં આવી હતી. access_time 12:54 am IST

  • શ્રી ગિરીશભાઈ શાહ (આઇ.એ.એસ) નું આજ રોજ સાંજે 8:15 વાગ્યા આસપાસ અમદાવાદમાં દુઃખદ નિધન થયું છે : કોરોના સામે છેલ્લા એક મહિનાથી જંગ લડી રહ્યા હતા : છેવટે અમદાવાદની એપિક હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ : એકમો ટ્રીટમેન્ટ પણ કામ ન કરી : તેમના પરિવાર અને બહોળા વર્તુળ માં શોક ની લાગણી ફેલાઇ છે access_time 12:26 am IST

  • સોમવારથી અમદાવાદમાં AMTS (સીટી બસ સેવા) અને BRTS(બસ સેવા) કોરોનાના નિયમોના પાલન સાથે ફરી શરૂ કરવામાં આવશે અમદાવાદીઓ માટે મોટી રાહતના સમાચાર (સાગર મહેતા) access_time 6:20 pm IST