Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

વર્ષો સુધી ક્રિકેટ રમ્યા - આખી કારકિર્દી પુરી થયા સુધીમાં એકપણ છગ્ગો નથી માર્યો આ 5 ક્રિકેટર્સે !!

મુંબઈ ;ક્રિકેટ ચાહકોને વિસ્ફોટક બેટીંગ જોવા મળે છે ટેસ્ટમેચ બાદ વનડે અને હવે આઈપીએલમાં ચોક છગ્ગાનો વરસાદ વરસે છે ક્રિકેટની દુનિયામાં છગ્ગાનો વરસાદ કરનારા ઘણા બેટ્સમેનો છે. ખાસ કરીને ટી20 ફોર્મેટ ચલણમાં આવ્યા બાદ બેટ્સમેનો દરેક બોલને બાઉન્ડ્રી બહાર મોકલવા માટે આતુર રહે છે પણ કેટલાક બેટ્સમેનો એવા છે જેમણે પોતાના આખા કરિયરમાં એકેય સિક્સ ફટકારી નથી.
આ બેટ્સમેનોએ એક-બે નહીં પણ ઘણી બધી મેચો રમી છે અને વર્ષો સુધી ક્રિકેટ રમ્યા છે છતા તેઓ એક સિક્સ ફટકારી શક્યા નથી.એવા પાંચ બેટ્સમેનો વિશે જાણીએ જેમણે ક્યારેય સિક્સ ફટકારી નથી.

  ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કેલમ ફર્ગ્યુસને 2009માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા માટે કુલ 30 વન-ડે મેચ રમી હતી જેમાં તેણે 40ની એવરેજથી 663 રન બનાવ્યા અને પાંચ અડધી સદી ફટકારી પણ આશ્ચર્યની વાત એ રહી કે, તે આ દરમિયાન એકપણ સિક્સ ફટકારી શક્યો નહીં.

  ભારતીય ક્રિકેટમાં મનોજ પ્રભાકર એક જાણીતો ચહેરો છે. ભારતીય ટીમમાં તે એક ઑલરાઉન્ડર તરીકે વર્ષો સુધી રમ્યા. તે મીડિયમ પેસર બોલરની સાથે-સાથે ઓપનિંગ બેટિંગ પણ કરતા હતા. તેમણે કુલ 130 વન-ડે મેચની 98 ઈનિંગમાં 1858 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે બે સદી અને 11 અર્ધ સદી પણ ફટકારી. જોકે, બેટિંગમાં આટલી તકો મળ્યા પછી પણ તે ક્યારેય સિક્સ ફટકારી શક્યા નહીં.

  ઈંગ્લેન્ડના ક્રિકેટ ઈતિહાસના મહાનતમ બેટ્સમેનોમાં સ્થાન ધરાવનારા જ્યોફ્રી બૉયકૉટના નામે પણ વન-ડેમાં સિક્સ ન ફટકારવાનો શરમજનક રેકોર્ડ છે. તેમણે 36 વન-ડે મેચોમાં 1 હજારથી વધુ રન બનાવ્યા છે પણ ક્યારેય સિક્સર ફટકારી શક્યા નથી.

  શ્રીલંકાના સ્ટાઈલિશ બેટ્સમેન થિલાન સમરવીરાએ 13 વર્ષના કરિયરમાં માત્ર 53 વન-ડે રમી. જોકે, એક સિક્સ ફટકારવા માટે તો આટલી વન-ડે પૂરતી હતી પણ તે આ કામ કરી શક્યો નહીં.

  ઝિમ્બાબ્વેના આ સ્ટાઈલિશ બેટ્સમેનના નામે પણ વન-ડે ક્રિકેટમાં એકપણ સિક્સ ન ફટકારવાનો રેકોર્ડ છે. ઈબ્રાહિમે કુલ 82 વન-ડે મેચો રમી, જેમાં તેણે 1 સેન્ચુરી અને 4 હાફ સેન્ચુરી ફટકારી પણ સિક્સ એકેય નહીં.

(9:04 pm IST)