Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

બાદશાદ બિલ સમયસર બિલ ભરી દોઃ યુવરાજસિંહના ઘરમાં લાઇટ ગઇતો ટ્વીટ કરીને હરભજને મજાક કરી

નવી દિલ્હીઃ ક્રિકેટર હરભજન સિંહ અને યુવરાજ સિંહ બંન્ને સારા મિત્ર છે અને હંમેશા એકબીજાની મસ્તી કરે છે. ક્રિકેટના મેદાન પર તો બંન્ને ખેલાડીઓના બોન્ડિંગને જોયુ છે, પરંતુ મેદાન બહાર પણ બંન્ને ખાસ મિત્રો છે. બંન્ને લાંબા સમય સુધી ક્રિકેટ સાથે રમ્યા છે. બંન્ને વચ્ચે સારૂ ઈમોશનલ બોન્ડિંગ છે. ઘણા વર્ષોથી એકબીજાને જાણે છે.હરભજન અને યુવરાજ મેદાન બહાર પણ ટીવી રિયાલિટી શોમાં નજર આવ્યા હતા. બંન્ને હંમેશા એકબીજાના સીક્રેટ શેર કરે છે. હવે ફરી એકવાર હરભજન સિંહ સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહની મજાક કરી છે

યુવરાજ સિંહે એક ટ્વીટ કરીને લાઇટ જવાની મુશ્કેલી વર્ણવી અને સોશિયલ મીડિયા પર વાતને શેર કરી. યુવરાજે ટ્વીટર પર લખ્યું - લગભગ એક કલાકથી વધુનો સમય થઈ ગયો છે અને બાંદ્રામાં લાઇટ હજુ આવી નથી. કૃપયા આપણે તેને પરત મેળવી શકીએ

એક સરળ વાત હતી, પરંતુ અવસરે ભજજીએ યુવરાજની મજાક કરી. ભજ્જીએ ટ્વીટ કર્યું - બાદશાહ બિલ સમયસર ભરી દો.

યુવરાજ અને ભજ્જી હંમેશા એકબીજાની મસ્તી કરતા જોવા મળે છે. 2015માં જ્યારે યુવરાજ સિંહના હેજલ કીચ સાથે લગ્નની વાત બહાર આવી તો ભજ્જુએ આજ રીતે શાનદાર ટ્વીટ કર્યું હતુંસિક્સર કિંગ કહેવાતા યુવરાજ સિંહ ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે. આઈપીએલ સીઝન-11માં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા યુવરાજનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુંહરભજન વર્ષે આઈપીએલમાં ચેન્નઈની ટીમમાં હતો, જેણે ટ્રોફી પોતાના નામે કરી હતી

(8:27 pm IST)
  • તાલાલા સાસણ રોડ પર જંગલ વિસ્તારમાં આગ ભભૂકી :મુખ્યમાર્ગની નજીકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :છેલ્લી 20 મિનિટથી આગ ચાલુ છત્તા તંત્ર અજાણ હોવાનું જાણવા મળે છે સત્તાવાર સમર્થન અને વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:50 am IST

  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST