Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં મેડિસન કિજ

નવી દિલ્હી: અમેરિકાની ૨૩ વર્ષીય ટેનિસ સ્ટાર મેડિસન કિજ આ વખતે મોટા ઉલટફેર કરવાના મુડમાં દેખાઇ રહી છે. તેની શાનદાર આગેકુચ જારી રહી છે. વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપની ક્વાર્ટર ફાઇનલમાં તે હવે પ્રવેશી ચુકી છે. વર્લ્ડ નંબર ૧૩ ખેલાડી કિજે પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં રોમાનિયાની બુજાર્નેસ્કો પર જીત મેળવી હતી. કિજે આ મેચ ૬-૧, ૬-૪થી જીતી લીધી હતી. આની સાથે જ તે અંતિમ આઠમાં પ્રવેશ કરી ચુકી છે. મેચ બાદ નિવેદનમાં કિજે કહ્યુ હતુ કે તે હજુ વધારે સારી રમત રમવા માટે ઇચ્છુક છે. તેની સામે મોટા પડકારનો દોર હવે શરૃ થનાર છે. 
વર્ષની બીજી ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્ટાર ખેલાડીઓની આગેકૂચ જારી રહી છે. ગયા વર્ષે પુરુષોના વર્ગમાં રાફેલ નડાલ અને મહિલાઓના વર્ગમાં જેલેના ઓસ્તાપેન્કો વિજેતા બની હતી. આ વખતે ઇનામી રકમ ૩૯૧૯૭૦૦૦ રાખવામાં આવી છે. વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં ચેમ્પિયન બનેલી મારીયા શારાપોવા વર્ષ ૨૦૧૬માં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં રમી ન હતી પરંતુ ૨૦૧૭માં રમી હતી અને આ વખતે પણ તે આશાવાદી દેખાઈ રહી છે. આ ઉપરાંત યુવા આશાસ્પદ ખેલાડી સીમોના હેલેપ પણ મેદાનમાં ઉતરી છે. અને તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા કરવામાં આવી રહી છે. સીમોના ૨૦૧૪માં પેરિસમાં રનર્સઅપ રહી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ લાંબા સમય બાદ મેદાનમાં પરત ફરી છે. 
પૂર્વ વિજેતા જોકોવિક પણ મેદાનમાં છે જે આ વખતે ૨૨માં ક્રમાંકિત ખેલાડી તરીકે છે. ડ્રો ખુબ જ રોમાંચક રહ્યાબાદ ઉત્સુકતા વધી ગઈ છે. બે વખતની વિજેતા અને ગ્લેમર ગર્લ શારાપોવા, અજારેન્કા પણ આશાવાદી દેખાઈ રહી છે. ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં તમામ સ્ટાર ખેલાડી હાલમાં મેદાનમાં છે. સ્પેનની મુગુરુઝાએ ગઇકાલે તેના પ્રથમ રાઉન્ડની મેચ સરળતાથી જીતી લીધી હતી. ૩૬ વર્ષીય સેરેના વિલિયમ પાસેથી આ વખતે પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સેરેના મહાન ખેલાડી પૈકીની એક તરીકે છે.તમામની નજર રાફેલ નડાલ અને ઘણા સમય પછી ટેનિસ સર્કિટમાં પરત ફરેલી સરેના વિલિયમ્સ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. ૧૦ વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બની ચુકેલા રાફેલ નડાલને ક્લેકોર્ટના કિંગ તરીકે ગણવામાં આવે છે. પુરૃષોના વર્ગમાં નોવાક જોકોવિક પણ આ વખતે રંગમાં દેખાઇ રહ્યો છે. જોકોવિકે પોતાના હરિફ ખેલાડી પર જીત મેળવીને આગેકુચ જારી રાખી હતી. લાંબા સમય બાદ એન્ટ્રી કરનાર સેરેના પાસેથી ચાહકો જોરદાર દેખાવની આશા રાખી રહ્યા છે. મહિલા વર્ગમાં મારિયા શારાપોવા, સિમોના હેલેપ અને સેરેના વચ્ચે સીધી સ્પર્ધા દેખાઇ રહી છે. પુરૃષોના વર્ગમાં નડાલને ટક્કર આપવા માટે કોણ ખેલાડી રહે છે તે બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. નડાલ ફ્રેન્ચ ઓપનમાં દસ વખત વિજેતા બની ચુક્યો છે. તેનુ ફ્રેન્ચ ઓપનમાં એક ચક્રિયી શાસન હજુ સુધી જારી રહ્યુ છે. વિમ્બલ્ડનમાં જોરદાર સફળતા હાંસલ કરનાર ખેલાડી પણ ફ્રેન્ચ ઓપનમાં હમેંશા ફ્લોપ સાબિત થયા છે.

(5:07 pm IST)
  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST

  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST