Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

બટલરે બેટ પર લખી ગાળ

આઈપીએલની અગિયારમી સીઝનમાં પાંચ હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં પણ આક્રમક ઈનિંગ્સ દ્વારા તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર જોસ બટલર મુસીબતમાં પડી શકે છે. લીડ્સમાં રમાયેલી મેચમાં જે બેટથી તે રમી રહ્યો હતો એના પર ગાળ લખી હતી. ઈંગ્લેન્ડના બેટ્સમેનના આ બેટનો ફોટો સોશિયલ મીડીયામાં ઘણો વાઈરલ થયો છે, જેને લઈને બટલરની ઘણી ટીકા થઈ રહી છે. જો આઈસીસી આ વાતને ધ્યાનમાં લે તો બટલર પર કાર્યવાહી થઈ શકે છે. આઈસીસીના નિયમ મુજબ ખેલાડી બેટ અને શરીર પર કોઈ પણ સંદેશ આઈસીસીની મંજૂરી વગર મેચ દરમિયાન ન લખી શકે.

(12:39 pm IST)
  • ભાવનગર બોરતળાવ ગઠેચી વડલા વિસ્તારમાં આવેલ લાલ ટાંકી પાસે કોળી અને દરબારના જૂથ વચ્ચે અથડામણ :ચાર લોકોને ઇજા ;ડી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો :બંને જૂથ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ access_time 10:17 pm IST

  • મુંબઈમાં મુશળધાર વરસાદ: બદલાપૂર, ડોમ્બિવલી, વિક્રોલીમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો: કેટલાય સ્થળોએ લાઇટો ગૂલ :મુંબઈના મલબારહીલ વિસ્તારમાં ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ભરાયા :કેટલાય જગ્યાએ વાહનચાલકો ફસાયા access_time 12:33 am IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST