Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ઓસ્ટ્રેલિયન બોલર બેહરેનડોર્ફે પણ ભારત માટે કર્યુ યુનિસેફમાં ડોનેશન

ઓસ્ટ્રેલિયન પેસ બોલર અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં સામેલ જેશન બેહરેનડોર્ફે ભારતને કોરોના સામે મદદરૂપ થવા યુનિસેફમાં ડોનેશન કર્યુ છે.  ભારતને મદદ માટે આગળ આવનાર ઓસ્ટ્રેલિયન પેસ બોલરો પેટ કમીન્સ, બ્રેટ લી બાદ જોડાનારા બેહરેનડોર્ફે કહ્યુ હતું કે અન્ય ક્રિકેટરોની જેમ ભારત મારા માટે ઘણો મહત્વનો દેશ છે. આ દેશ ઘણો સુંદર છે અને બધાને આવકારે છે. અહિં રમવામાં એક અલગ જ પ્રકારનો અનુભવ મળે છે. જે વિશ્વમાં બીજે કશે નથી મળતો. મને આ સુંદર દેશ સાથે રમવાનો અને એની મુલાકાત લેવાનો ગર્વ છે. હાલમાં આ દેશમાં જે કંઈ થઈ રહ્યુ છે એ જોઈને ઘણુ દુઃખ થાય છે.

(3:49 pm IST)
  • તામિલનાડુમાં પણ કોરોના હાહાકાર મચાવે છે: તામિલનાડુમાં પણ ૨૩૩૪૮ નવા કેસ થયા ૨૦૦૬૨ સાજા થયા અને ૧૬૭ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST

  • ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવાયુઃ સોમવારે સવારના ૭ વાગ્યા સુધી રહેશે પ્રતિબંધ : સીએમ યોગીની આજની બેઠકમાં આ લોકડાઉન સામવારે સવારે ૭ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે access_time 3:46 pm IST

  • ગોવામાં કોરોના પોઝિટિવિટી રેટ, દેશભરમાં સૌથી વધુ 51.67% છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 7:40 pm IST