Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

બેંગલોર પર ચેન્નઈ સુપરની છ વિકેટે ખૂબ જ સરળ જીત

રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવી ત્રણ વિકેટ ઝડપીઃ જાડેજા અને હરભજન સામે બેંગલોરના બેટ્સમેનો ફ્લોપ

પુણે,તા. ૫, ઈન્ડિયન પ્રિમિયર લીગની ૩૫મી મેચમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઉપર ચેન્નઈ સુપરે છ વિકેટે સરળ જીત મેળવી હતી. ૧૨ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ ચેન્નઈ સુપરે આ મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટીંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ૨૦ ઓવરમાં નવ વિકેટે માત્ર ૧૨૭ રન બનાવ્યા હતા. બેંગલોરના ટોપ ઓર્ડરના બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. પાર્થિવ પટેલ સિવાયના બાકીના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. પાર્થિવ પટેલ ૫૩ રન કરીને આઉટ થયો હતો. જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. બાકીના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. મેક્કુલમ ૫, વિરાટ કોહલી ૮ અને ડિવિલિયર્સ ૧ રન કરીને આઉટ થતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની છાવણીમાં સોંપો પડી ગયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખૂબ જ કંગાળ દેખાવ કર્યો હતો. તેના બેટ્સમેનો નિયમિત ગાળામાં આઉટ થયા હતા. જાડેજાએ તરખાટ મચાવીને ચાર ઓવરમાં ૧૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. હરભજને પણ ચાર ઓરમાં ૨૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૧૨૮ ચેન્નઈએ ૧૮ ઓવરમાં બનાવી લીધા હતા. રાયડુએ સૌથી વધુ ૩૨ રન કર્યા હતા. જ્યારે ધોની ૩૧ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ધોનીએ ૨૩ બોલમાં એક ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા. બ્રાવો ૧૪ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ જીતની સાથે જ ચેન્નઈ સુપર ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં સૌથી મજબૂત સ્થિતિમાં છે. તે હવે આગામી રાઉન્ડમાં પહોંચવાની બિલકુલ નજીક છે. તેની આગામી રાઉન્ડમાં એન્ટ્રી લગભગ નિશ્ચિત બની છે. જ્યારે બેંગલોરને હવે તમામ મેચો જીતવી પડશે.

પુણે : સ્કોરબોર્ડ

રોયલ ચેલેન્જર્સ ઈનિંગ્સ :

પટેલ

કો.એન્ડ બો. જાડેજા

૫૩

મેક્કુલર

કો.ઠાકુર બો.લુંગીગીડી

૦૫

કોહલી

બો.જાડેજા

૦૮

ડિવિલીયર્સ

સ્ટ.ધોની બો.હરભજન

૦૧

મનદીપ

કો.વિલી બો.જાડેજા

૦૭

ગ્રાન્ડહોમ

કો.રૈના બો.વિલી

૦૮

અશ્વિન

સ્ટ.ધોની બો.હરભજન

૦૧

સાઉથી

અણનમ

૩૬

યાદવ

રનઆઉટ

૦૧

સિરાઝ

રનઆઉટ

૦૩

વધારાના

 

૦૪

કુલ

(૨૦ ઓવરમાં ૯ વિકેટે)

૧૨૭

પતન  : ૧-૯, ૨-૪૭, ૩-૫૬, ૪-૭૩, ૫-૮૪, ૬-૮૫, ૭-૮૭, ૮-૮૯, ૯-૧૨૭.

બોલિંગ : વિલી : ૪-૦-૨૪-૧, લુંગીગીડી : ૪-૦-૨૪-૧, ઠાકુર : ૨-૦-૧૯-૦, જાડેજા : ૪-૦-૧૮-૩, હરભજન : ૪-૦-૨૨-૨, બ્રાવો : ૨-૦-૧૭-૦.

ચેન્નઈ સુપર ઈનિંગ્સ :

વોટશન

બો.યાદવ

૧૧

રાયડુ

કો.સિરાઝ બો.અશ્વિન

૩૨

રૈના

કો.સાઉથી બો.યાદવ

૨૫

સોરે

કો.મનદીપ બો.ગ્રાન્ડહોમ

૦૮

ધોની

અણનમ

૩૧

બ્રાવો

અણનમ

૧૪

વધારાના

 

૦૭

કુલ

(૧૮ ઓવરમાં ૪ વિકેટે)

૧૨૮

પતન  : ૧-૧૮, ૨-૬૨, ૩-૭૮, ૪-૮૦.

બોલિંગ : સાઉથી : ૩-૦-૩૦-૦, ચહેલ : ૩-૧-૨૯-૦, યાદવ : ૩-૦-૧૫-૨, સિરાજ : ૨-૦-૧૮-૦, ગ્રાન્ડહોમ : ૪-૦-૧૬-૧, અશ્વિન : ૩-૦-૧૭-૧.

(9:31 pm IST)