Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપડાએ પોતાનો નેશનલ રેકોર્ડ તોડ્યો:ડાયમંડ લીગમાં ચોથો ક્રમે

આ 22 વર્ષિય નીરજે 87.43 મીટર દૂર ભાલૂ ફેંક્યું અને 86.48 મીટરનો નેશનલ રેકોર્ડ તોડી દીધો

દોહાઃ ભારતના સ્ટાર એથલીટ નીરજ ચોપડાએ સત્રની પ્રથમ ડાયમંડ લીગ સીરીઝ સ્પર્ધામાં 87.43 મીટર દૂર ભાલૂ ફેંકીને પોતાનો નેશનલ રેકોર્ડ તોડ્યો હતો જોકે તેચોથા સ્થાને રહ્યો હતો  હાલમાં કોમનવેલ્થ ગેમ્સમાં 86.47 મીટરનો થ્રોથી ગોલ્ડ મેડલ જીતનારા નીરજની સામે ઓલંમ્પિક ચેમ્પિયન થોમસ રોહલર, વર્લ્ડ ચેમ્પિયન જોહાનેસ વેટ્ટર અને આંદ્રિયાસ હોફમૈન જેવા ધુરંધર હતા, જે તમામ 90 મીટરની ક્લબમાં સામેલ છે. 

   આ 22 વર્ષિય ભારતીયે બીજા પ્રયાસમાં 87.43 મીટર દૂર ભાલૂ ફેંક્યું અને 86.48 મીટરનો નેશનલ રેકોર્ડ તોડી દીધો. નીરજે આ રીતે 2017ના લંડન વર્લ્ડ ચેમ્પિયનશિપના સિલ્વર મેડાલિસ્ટ જૈકબ વાદલેજિચને પાછળ છોડ્યો જે 86.67 મીટરના સર્વશ્રેષ્ઠ થ્રોથી પાંચમાં સ્થાન પર રહ્યો.
    નીરજે પોલેન્ડમાં 2016માં વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા દરમિયાન 86.48 મીટરથી રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો જે હજુપણ વર્લ્ડ જૂનિયર રેકોર્ડ છે. 

   નીરજે 81.17 મીટરથી શરૂઆત કરી ત્યારબાદ તેણે 87.78 મીટરનો થ્રો કર્યો. પરંતુ આગામી ત્રણ પ્રયત્ન ફાઉલ રહ્યા. છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં તેણે 81.06 મીટરનો થ્રો કર્યો. રોહલરે 91.78 મીટરથી ગોલ્ડ, વેટ્ટરે 91.56 મીટરથી સિલ્વર અને હોફમૈને 90.08 મીટરથી બ્રોન્જ મેડલ મેળવ્યો. નીરજ હવે 26 મેથી ડાયમંડ લીગ સીરીઝના બીજા ચરણમાં ભાગ લેસે જ્યાં તેનો સામનો આ ધુરંધરો સામે થશે

(9:16 pm IST)