Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

પોર્ટુગીઝના રાષ્ટ્રપતિએ પોતાના પૈસે ટિકિટ ખર્ચી જોઈ ટેનિસ મેચ

નવી દિલ્હી: પોર્ટુગલમાં ચાલી રહેલી ઈસ્ટોરિલ ઓપન એટીપી ટેનિસ ટુર્નામેન્ટની મેચ નિહાળવા માટે પોર્ટુગલના રાષ્ટ્રપતિ પહોંચ્યા હતા. ઈસ્ટોરિલ ઓપનની મેચ નિહાળવા માટે પહોંચેલા રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડે સોઉસાએ આમ આદમીની જેમ જાતે ટિકિટ ખરીદી હતી અને ખુબ જ સહજતાથી મેચ નિહાળી હતી. ઈસ્ટોરિલ ઓપનના સ્ટેડિયમમાં મેચ જોવા પહોચેલા રાષ્ટ્રપતિએ જાતે કેશ કાઉન્ટર પર જઈને ટુર્નામેન્ટના સેશનની બે ટિકિટ ખરીદી હતી અને સ્ટેડિયમમાં બેસીને સામાન્ય ચાહકોની સાથે મેચ નિહાળી હતી. જોકે આ સમયે તેની સાથે સેલ્ફી ખેંચાવવા માટે સ્ટેડિયમમા ઉપસ્થિત અન્યોએ ભીડ જમાવી નહતી. પોર્ટુગીઝ રાષ્ટ્રપતિની હાજરીમાં ક્રોએશિયાનો વર્લ્ડ નંબર ૪ મરિન સિલીક તેની આગવી રમત દર્શાવી શક્યો નહતો. લગ્ન બાદ તરત જ ટેનિસ જગતમાં પુનરાગમન કરનારા સિલીકને ઈસ્ટોરિલમાં પહેલી જ મેચમાં ટયુનિશીયાના મલેક જાઝીરી સામે ૬-૪, ૬-૨થી હારનો સામનો કરવો પડયો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં મલેક જાઝીરીની ટક્કર ચેક રિપબ્લિકની જીરી વેસ્લી સામે થશે.
 

(4:18 pm IST)