Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

કોલક્તા નાઇટ સામે મુંબઇ ઇન્ડિયન્સને જીતવુ જ પડશે

રોહિત શર્મા માટે તમામ મેચ પડકારરૂપ રહેશે : આવતીકાલે ઘરઆંગણે મુંબઇની ટીમને સાવધાનીપૂર્વક રમત રમવી પડશે : રોહિત, હાર્દિક, કૃણાલ ઉપર નજર

મુંબઇ,તા. ૫ : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રોમાંચક જંગ ખેલાનાર છે. છેલ્લી મેચમાં કિગ્સ ઇલેવન પંજાબ પર જીત મેળવી લીધા બાદ મુંબઇની ટીમની આગામી રાઉન્ડમાં પહોંચી જવા માટેની આશા જીવંત રહી છે. જો કે મુંબઇની બાકીની તમામ મેચો જીતવી પડશે. જે ખુ મુશ્કેલ પડકાર છે. દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ પણ શાનદાર ફોર્મમાં છે. તે જોતા મુંબઇને મુશ્કેલીનો સામનો કરવો પડી શરે છે. આવતીકાલની મેચમાં તમામની નજર રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને કૃણાલ પર કેન્દ્રિત થઇ ગઇ છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો મુંબઇની ટીમે તેની સ્થિતી સુધારી લીધી છે. તે હવે નવ મેચોમાં ત્રણ જીત સાથે છ પોઇન્ટ ધરાવે છે. જ્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સ ટીમે નવ મેચો પૈકી પાંચમાં જીત મેળવી છે અને તેના ૧૦ પોઇન્ટ છે.  બન્ને ટીમોમાં તમામ સ્ટાર ખેલાડી છે. જેથી મેચ રોમાંચક રહેશે.આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે. આ મેચનું પ્રસારણ આવતીકાલે ચાર વાગેથી કરવામાં આવનાર છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે.  આગામી  સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ  ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે.  સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજો જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે.  ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે.   આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે  ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.મેચને લઇને પુણેમાં રોમાંચ છે.  બન્ને ટીમો નીચે મુજબ છે.

મુંબઇ ઇન્ડિયન્સ : બુમહાર, ચહેલ, કમિન્સ, કટિંગ, ધનંજયા, બિન્ની, લાડ, લેવિસ, લુંબા, મેકક્લાઘન, માર્કંડે, મોહસીન ખાન, રહેમાન, નિદેશ, હાર્દિક પંડ્યા, કેએચ પંડ્યા, પોલાર્ડ, રોય, સાંગવાન, રોહિત શર્મા (કેપ્ટન), તેજેન્દરસિંહ, એપી તારે, તિવારી યાદવ.

કોલકાતા નાઇટ રાઇડર્સ : કાર્તિક (કેપ્ટન), ચાવલા, કુરેન, ડેલપોર્ટ, જગ્ગી, જ્હોનસન, કુલદીપ, લીન, નગરકોટી, નારેન, રાણા, રસેલ, સિયરલેસ, માવી, ગીલ, સિંહ, ઉથ્થપા, વિનયકુમાર, વાનખેડે.

(12:50 pm IST)