Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રોડ સેફટી વર્લ્ડ સિરીઝ : વીરેન્દ્ર સેહવાગની વિસ્ફોટક બેટિંગ : ઈન્ડિયા લિજેન્ડ્સે બાંગ્લાદેશ લિજેન્ડ્સને 10 વિકેટથી હરાવ્યું

સેહવાગે 35 બોલમાં 80 રન ઝૂડી નાખ્યા :ફક્ત 20 બોલમાં અડધી સદી ફટકારી : સચિન તેંડુલકર 33 રન બનાવી અણનમ

નવી દિલ્હી: રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝના પ્રથમ મુકાબલમાં ઈન્ડિયા લિજેન્ડ્સે તોફાની શરુઆત કરતા બાંગ્લાદેશ લિજેન્ડ્સને 10 વિકેટથી હરાવ્યું હતું. બાંગ્લેદેશે આપેલા 110 રનના લક્ષ્‍યાંકને વિરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરની જોડીએ 10.1 ઓવરમાંજ પાર પાડ્યો હતો અને ટીમને શાનદાર જીત અપાવી હતી.

 

સેહવાગે 35 બોલમાં 80 રનની તોફાની બેટિંગ કરી હતી. વીરેન્દ્ર સેહવાગે ફક્ત 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે સચિન તેંડુલકર 33 રન બનાવી અણનમ રહ્યો હતો
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશ લિજેન્ડ્સે 109 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ નઝીમુદ્દીને 49 રન બનાવ્યા હતા. ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી પ્રજ્ઞાન ઓઝા, યુવરાજ સિંહ અને વિનય કુમારે 2-2 વિકેટ ઝડપી હતી. યુસુફ પઠાણ તથા મનપ્રીત ગોનીએ એક-એક વિકેટ લીધી હતી

(12:37 am IST)
  • બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ સિંહના મોત નિપજ્યા ગાંધીનગર આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૩૧૩ જેટલા એશિયાટીક સિંહના મૃત્યુ થયા છે. access_time 1:00 pm IST

  • હેરંબા ઇન્ડ.નું બમ્પર લીસ્ટીંગ : ૧ લોટ પર રૂ. ૬ર૮૦નો ફાયદો :મુંબઇ : કેમીકલ કંપની હેરંબા ઇન્ડ. નું બમ્પર લીસ્ટીંગ : ઇસ્યુ પ્રાઇઝના ૪૩.પ૯ ટકા પ્રીમીયમે લીસ્ટીંગ : શેર ૯૦૦ ના ભાવે લીસ્ટ થયો : નિવેશકોને પ્રતિ લોટ રૂ. ૬ર૭૯ નો ફાયદો : ઇસ્યુ પ્રાઇઝ ૬ર૬-૬ર૭ રૂ. હતી. access_time 12:55 pm IST

  • ગુરુવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના CEO પુનાવાલાએ વિશ્વ બેન્કની પેનલમાં ચર્ચા દરમ્યાન જણાવ્યું હતું કે કાચા માલના નિકાસ પર અસ્થાયી અમેરિકી પ્રતિબંધ થી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) જેવી કંપનીઓ દ્વારા કોરોનાવાયરસ રસીના ઉત્પાદનને મર્યાદિત કરી શકે છે જે ગંભીર બાબત છે. access_time 11:58 pm IST