Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ધોની ચેન્નાઇ પહોંચ્યોઃ ચેન્નાઇના ખેલાડીઓનો ૮ કે ૯ માર્ચથી ટ્રેનીંગ કેમ્પ

ત્રણ વખત આઇપીએલનો ખિતાબ જીતી ચુકેલ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ધોની આઇપીએલ-૧૪ સિઝનની તૈયારી માટે ચેન્નાઇ પહોંચી ગયો છે. સીએસકે ટીમ દ્વારા ટવીટરમાં આ જાણકારી આપવામાં આવી છે. જેમાં કેપ્ટન કુલનો વિડીયો પણ છે. ટીમ ૮ કે ૯ માર્ચથી ટ્રેનીંગ કેમ્પની શરૂઆત કરશે.

(2:37 pm IST)
  • મ્યાંમારમાં ભારે હિંસા : 19 પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા : માંગ્યું શરણ : આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા:બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ : તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા access_time 1:13 am IST

  • ચીને સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યું:ચીને સંરક્ષણ બજેટને પહેલીવાર ૨૦૦ અબજ ડોલરથી વધુ રકમ સુધી વધાર્યું ચીનનું સંરક્ષણ બજેટ ભારતથી ૩ ગણું વધારીને ૨૦૯ અબજ ડોલર કરાયું: એશિયામાં શસ્ત્ર દોટ વધવાની શકયતા access_time 12:46 am IST

  • રાજ્યોમાં દેશના ૮૪% નવા કોરોના કેસ નોંધાયા : ફરી ભયજનક સ્થિતિ સર્જાતી જાય છે : મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, ગુજરાત, મધ્ય પ્રદેશ તથા દિલ્હીમાં સૌથી વધુ નવા કોરોના કેસ રોજ નોંધાતા જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ કોરોના કેસમાં ૮૪.૪૪ ટકા નવા કોરોના કેસ આ છ રાજ્યોમાં નોંધાયા છે. કેન્દ્રની મોદી સરકારની સત્તાવાર જાહેરાત. access_time 4:38 pm IST