Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ઈંગ્લેન્ડના બોલરોની વળતી લડત : ભારત - ૧૫૩/૬

રોહિત (૪૯ રન) સિવાય પૂજારા, કોહલી - રહાણે ફેઈલ : હવે પંત (૩૬ રને દાવમાં) ઉપર આશા

રાજકોટ, તા. ૫ : અમદાવાદ ટેસ્ટના બીજા દિવસે ભારતીય બેટ્સમેનો પણ નિષ્ફળ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના બોલરો બાદ ઈંગ્લેન્ડના બોલરોએ પણ સારૂ પ્રદર્શન કર્યુ છે.

આજે બીજા દિવસની રમતમાં સવારે રોહિત અને ચેતેશ્વર મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ પૂજારા ૧૭ રને આઉટ થયો હતો. બાદ કેપ્ટન વિરાટ કોહલી વધુ એક વખત નિષ્ફળ ગયો હતો. તે ખાતુ પણ ખોલાવી શકયો ન હતો. રહાણે અને રોહિત વચ્ચે થોડી ભાગીદારી નોંધાઈ હતી. રહાણે ૨૭ રને આઉટ થયો હતો. ત્યારબાદ અશ્વિન પણ ૧૩ રનના સ્કોરે પેવેલીયન ભણી ગયો હતો. આમ, ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન રહેતા ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા.

એન્ડરસન, સ્ટોકસ અને લીચે ૨-૨ વિકેટો લીધી હતી.

આ લખાય છે ત્યારે ટી બ્રેક સુધીમાં ભારતે ૬૨ ઓવરમાં ૬ વિકેટે ૧૫૩ રન બનાવ્યા છે. પંત ૩૬ અને સુંદર ૧ રને દાવમાં છે.

(5:00 pm IST)