Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

નિવૃત્તિ પછી નવી જર્સીમાં રમતા જોવા મળશે પઠાણ બંધુ: ઈરફાનખાને શેર કરી ખાસ તસવીર

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2021માં અનેક પૂર્વ ખેલાડી: યુવરાજ સિંહએ પણ ટ્વીટર દ્વારા રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લેવાની તસવીર શેર કરી

ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુસૂફ પઠાણે હાલમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી હતી. પરંતુ યૂસુફ પઠાણ ટૂંકમાં જ મેદાન પર નવી જર્સીમાં જોવા મળશે. યુસૂફ પઠાણના ભાઈ અને પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે યુસૂફ અને ખુદની મેદાન પર વાપસીની જાહેરાત કીર છે. પઠાણ બંધુએ જોકે માત્ર પાંચ માર્ચથી શરૂ થવા જઈ રહેલ રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં રમતા જોવા મળશે.


ઇરફાન પઠાણે ટ્વીટર પર પોતાની નવી જર્સીની તસવીર શેર કરી છે. ઇરફાન પઠાણે લખ્યું, 'અમારા ક્રિકેટને અલવિદા કહ્યા બાદની તસવીર. ભાઈઓનો પ્રેમ'
 યુસૂફ પઠાણને વિતેલા વર્ષે આઈપીએલમાં રમવાની તક મળી ન હતી. વિતેલા વર્ષે સનરાઈઝર્સ હૈદ્રાબાદે યુસૂફ પઠાણને રિલીઝ કરી દીધો હતો. યુસૂફ પઠાણે ટીમ ઇન્ડિયા માટે વનડે અને ટી20 મેચમાં પ્રતિનિધિત્વ કર્યું છે.

ઇરફાન પઠાણે જોકે પહેલા જ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી છે. ઇરફાન પઠામે વિદેશી લીગમાં ભાગ લેવા માટે ક્રિકેટને અલવિદા કહેવાની જાહેરાત કરી હતી. ઇરફાન પઠાણે વિતેલા વર્ષે શ્રીલંકા પ્રીમિયરન લીગમાં ભાગ લીધો હતો. પઠાણે જોકે આ લીગમાં રમતા સમયે ફિટનેસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
 પઠાણ બંધુઓ ઉપરાંત પાંચ માર્ચથી શરૂ થઈ રહેલ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2021માં અનેક પૂર્વ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. યુવરાજ સિંહએ પણ ટ્વીટર દ્વારા રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લેવાની તસવીર શેર કરી છે.

(11:47 am IST)
  • સિડનીમાં શીખો પર હુમલો :કૃષિ કાયદાના વિવાદ કારણભૂત : ભારતના કૃષિ કાયદાને લઈને ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય વચ્ચે મતભેદો વધ્યા :સિડનીના કેટલાક લોકોએ બેસબોલ અને ધોકાથી હુમલો કર્યો : સિડનીના હેરિસ પાર્કમાં અજાણ્યા લોકોના જૂથે બેઝબોલ બેટ, લાકડીઓ અને ધણ સાથે વાહન પર હુમલો કર્યો હતો access_time 12:57 am IST

  • કોંગ્રેસના સ્ટાર પ્રચારકની ભૂમિકામાં આવી પ્રિયંકા : દાદી ઈન્દિરા ગાંધી લોકો સાથે હળીમળી જવામાં માહિર : અસમથી પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી : અન્ય રાજ્યોમાં તેમનો કાર્યક્રમ પણ ઘડાઈ છે : કોંગ્રેસના નબળા સમયે અને સતત પાર્ટીના ધોવાણ થતા સાથે કાર્યકરોની પણ નારાજગી વખતે પણ પ્રિયંકામાં જોમ જુસ્સો યથાવત :મુશ્કેલીના સમયે પાર્ટીની ઢાલ બની ઉંભરતી પ્રિયંકાની ખાસિયતમાં દેખાય છે ઇન્દિરા ગાંધીજીની ઝલક access_time 12:32 am IST

  • ચીને સંરક્ષણ બજેટ વધારીને ૨૦૯ અબજ ડોલર કર્યું:ચીને સંરક્ષણ બજેટને પહેલીવાર ૨૦૦ અબજ ડોલરથી વધુ રકમ સુધી વધાર્યું ચીનનું સંરક્ષણ બજેટ ભારતથી ૩ ગણું વધારીને ૨૦૯ અબજ ડોલર કરાયું: એશિયામાં શસ્ત્ર દોટ વધવાની શકયતા access_time 12:46 am IST