Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ભારે રોમાંચ બાદ બીજી વનડે મેચમાં ભારતનો 8 રનથી વિજય

કેપ્ટન વિરાટ કોહલીએ 40મી સદી ફટકારી: ભારતના 250 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયા 242માં ઓલઆઉટ

 

નાગપુર : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે  નાગપુરમાં રમાયેલ બીજી વન-ડેમાં કેપ્ટન વિરાટ કોહલીએ 40મી સદી ફટકારી છે. વિરાટે 107 બોલમાં 9 ફોરની મદદથી સદી ફટકારી છે. ભારત 250 રનમાં ઓલ આઉટ થતા ઓસ્ટ્રેલિયાને 251 રનનો ટારગેટ હતો, જો કે ઓસ્ટ્રેલિયા 242 રનમાં ઓલઆઉટ થઇ જતાં ભારતનો 8 રને વિજય થયો છે 

      ઓસ્ટ્રેલિયાએ 48 ઓવરમાં 230 રન બનાવી લીધા છે. કુલદીપ યાદવે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી, ત્યારબાદ કેદાર જાધવે પણ ઉસ્માનને આઉટ કરી બીજી સફળતામળી હતી

 ભારતની શરૂઆત નબળી થઇ હતી, સતત બે વિકેટ ગુમાવી હતી. પહેલા કેદાર જાધવે 11 રને કેચ આપી દીધો. ત્યાં મહેન્દ્ર સિંહ ધોની ખાતું ખોલ્યા વગર પેલેલિયન પાછો ફર્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ધોનીનો કેચ લીધો હતો.વિજય શંકરના રૂપમાં ભારતની ચોથી વિકેટ પડી હતી. તે 46 રને રન આઉટ થયો છે. જ્યારે ચોથી વિકેટ માટે કોહલી અને વિજય શંકર વચ્ચે 81 રનની ભાગીદારી થઇ હતી.
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ત્રીજી વિકેટ અંબાતી રાયડુના રૂપમાં ગુમાવી હતી. તેણે 32 બોલમાં 18 રન કરી પેલેલિયન પરત ફર્યો છે.
મેક્સવેલે તેની બીજી ઓવરના ત્રીજા બોલમાં શિખર ધવનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ધવને 29 બોલમાં 21 રન કર્યા હતા  ભારતને પહેલી ઓવરમાં ઝાટકો લાગ્યો હતો. ઓપનર બેસ્ટમેન રોહિત શર્મા પહેલી ઓવરમાં શૂન્ય રને આઉટ થયો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાનારી બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ટોસ પહેલાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તે પહેલાં બેટિંગ કરવા માગે છે.

(10:14 pm IST)