Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વનડેમાં સૌથી વધુ સદી.....

વિરાટ કોહલીએ ૪૦મી વનડે સદી ફટકારી

નાગપુર, તા. ૫ : માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકર બાદ વનડે સદીના મામલામાં વિરાટ કોહલી હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ વનડે કેરિયરની આજે ૪૦મી સદી ફટકારી હતી. આનીસાથે જ તે હવે સચિન તેંડુલકરના રેકોર્ડ તરફ ઝડપથી વધી રહ્યો છે. સચિન તેંડુલકરે ૪૬૩ મેચોમાં ૪૯ સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ ૨૨૪મી મેચ રમતા ૪૦ સદી પુરી કરી લીધી છે. તેની સરેરાશને જોતા આગામી દિવસોમાં તે ઝડપથી નવા રેકોર્ડ સુધી પહોંચી શકે છે. ક્રિસ ગેઇલ પણ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે તે વનડે ક્રિકેટમાં ૨૫ સદી ફટકારી ચુક્યો છે. સૌથી વધુ વનડે સદી ફટકારનાર બેટ્સમેનો નીચે મુજબ છે.

ખેલાડી

મેચ

રન

હાઈએસ્ટ

અડધી સદી

સચિન તેંડુલકર

૪૬૩

૧૮૪૨૬

૪૯

૯૬

વિરાટ કોહલી

૨૨૪

૧૦૬૯૩

૪૦

૪૯

પોન્ટિંગ

૩૭૫

૧૩૭૦૪

૩૦

૮૨

જયસુર્યા

૪૪૫

૧૩૪૩૦

૨૮

૬૮

હાસીમ અમલા

૧૭૪

૭૯૧૦

૨૭

૩૭

ડિવિલિયર્સ

૨૨૮

૯૫૭૭

૨૫

૫૩

ક્રિસ ગેઇલ

૨૮૯

૧૦૧૫૧

૨૫

૫૧

સંગાકારા

૪૦૪

૧૪૨૩૪

૨૫

૯૩

રોહિત શર્મા

૨૦૩

૭૮૪૫

૨૨

૩૯

 

(7:42 pm IST)