Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

અમેરિકાએ ભારતીય ક્રિકેટર સૌરભ નેત્રાવલકરને કેપ્ટન બનાવ્યો : યુએઈ સામે રમશે પ્રથમ ઈન્ટરનેશનલ ટી-૨૦ સીરીઝ

બંને વચ્ચે એક વન-ડે અને બે ટી-૨૦ રમાશે

નવીદિલ્હી,તા.૫ : યૂનાઇટેડ સ્ટેટ અમેરિકાની ક્રિકેટ ટીમ પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટી૨૦ સીરીઝ રમવા જઈ રહી છે. અમેરિકાની ટીમ પોતાની પ્રથમ ટી૨૦ સીરીઝ યૂનાઇડેટ આરબ અમીરાત સાથે રમશે. જેને લઇને અમેરિકાએ ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ભારત તરફથી અંડર-૧૯ વિશ્વકપ રમી ચુકેલો સૌરભ નેત્રાવલકર ટીમનો કેપ્ટન છે. યૂએઈ વિરુદ્ધ આ ઐતિહાસિક સીરીઝ માટે અમેરિકાએ પોતાની ૧૪ ખેલાડીઓની ટીમનું એલાન કરી દીધું છે. જેનું નેતૃત્વ સૌરભ નેત્રાવલકર કરશે. આ સિવાય ચાર ભારતીય મૂળ ક્રિકેટરો પણ ટીમમાં સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, સૌરભ નેત્રાવલકર ભારત તરફથી વર્ષ ૨૦૧૦ માં અંડર-૧૯ વિશ્વકપ રમી ચુક્યો છે. જેમાં સર્વાધિક વિકેટ લેનારો બોલર બન્યો હતો. દેશ માટે રમવાની તક નહીં મળતા વિદેશમાં અભ્યાસ માટે ગયો હતો જ્યાં તે ેંજી નેશનલ ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યો.

બન્ને ટીમો વચ્ચે બે ટી-૨૦ અને એક વનડે મેચ રમાવાની છે જે અનઓફિશિયલ મુકાબલો હશે. બન્ને ટી૨૦ મુકાબલો આઈસીસી ૧૫ અને ૧૬ માર્ચના રોજ રમાશે. અમેરિકી ક્રિકેટ ટીમઃ સૌરભ નેત્રાવલકર(કેપ્ટન), એલમોર હચિંસન, એરનો જોન્સ, નોસ્ટશ કેંજનો, મુહમ્મદ અલી ખાન, જાનિસાર ખાન, જસકરન મલ્હોત્રા, જેવિયર માર્શલ,મોનલ પટેલ, ટિમિલ પટેલ, રૉય સિલ્વા, જસદીપ સિંહ, સ્ટીવન ટેલર, હેડન વૉલ્શ જૂનિયર.

(3:40 pm IST)