Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ભારતીય બેડમિંટનના ડબલ્સ પ્લેયર્સના મલેશિયન કોચ તાન કિમ હેરેએ રાજીનામું આપ્યું

તેઓના માર્ગદર્શનમાં ભારતની ડબલ્સ જોડીઓનો દેખાવ સુધાર્યો હતો

નવી દિલ્હી :ભારતીય બેડમિંટનના ડબલ્સ પ્લેયર્સના મલેશિયન કોચ તાન કિમ હેરે રાજીનામું આપ્યું છે તેઓના માર્ગદર્શનમાં ભારતની ડબલ્સ જોડીઓનો દેખાવ સુધાર્યો હતો અને  ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રાન્કી રેડ્ડીએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. આ ઉપરાંત ભારતના મનુ અત્રિ અને બી.સુમિથ રેડ્ડીના દેખાવમાં પણ જોરદાર સુધારો આવ્યો હતો.

    જોકે, તાન કિમ હેરના રાજીનામાના ખરા કારણ અંગે ભારતીય બેડમિંટન એસોસિએશન અજાણ હોવાનું બહાર આવ્યું છે. બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે, તાન કિમ હેરે રાજીનામું આપી દીધું છે. તેઓએ એક મહિના પહેલા રાજીનામું આપવાની જાણ કરી દીધી હતી. તેઓએ કેટલીક પારિવારિક સમસ્યાઓના કારણે તેઓએ ભારતીય ડબલ્સ પ્લેયર્સના કોચ તરીકે રાજીનામું આપ્યું છે.

    જોકે ભારતના ટોચના ડબલ્સ પ્લેયર ચિરાગ શેટ્ટીએ જણાવ્યું હતુ કે, તાન કિમ હેર જાપાનીઝ ટીમના કોચ તરીકે જોડાય છે અને આ કારણથી તેમણે ભારતીય ડબલ્સ પ્લેયરના કોચ તરીકે રાજીનામું આપ્યું છે.

(1:52 pm IST)