Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

વર્લ્ડકપમાં અમારા બોલરોનું પ્રદર્શન બેસ્ટ રહયું છે,અમારા લક્ષ્યથી એક ડગલુ દુર છીએઃ ગર્ગ

અન્ડર-૧૯ વર્છલ કપમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન પ્રિયમ ગર્ગે ટીમને મળેલી જીત બાદ પ્લેયરોન ખાસ કરીને બોલરોની પ્રશંસા કરી છે. ગર્ગે ટુર્નામેન્ટમાં ટીમના બોલરોના પ્રદર્શનને બેસ્ટ ગણાવ્યું હતું. આ વિશે વાત કરતાં ગર્ગ કહ્યું હતું કે જે ટાર્ગેટ આ ટુર્નામેન્ટમાં અમારે હાંસલ કરવો છે તેનાથી અમે માત્ર એક કદમ દૂરછીએ. અમારા બોલરોએ આ ટૂર્નામેન્ટમાં ઘણું સારું પરફોર્મ કર્યું છે. વળી ઓપનરો જે પ્રમાણે ગેમ રમ્યા છે એ પ્રમાણેની   ઘટના પણ પહેલીવાર બની છે.  બન્ને એક જ  રાજયમાંથી આવે છે અને એકબીજાને સારી રીતે સમજે પણ છે. ટીમ માટે આ દ્યણી સારી વાત છે. મારું કેપ્ટન તરીકે ફોકસ એ જ રહેશે કે ફાઇનલ મેચને પણ અન્ય મેચની જેમ ટ્રીટ કરીએ.

 અન્ડર-૧૯ વર્લ કપની બીજી સેમી ફાઇનલ આવતી કાલે બંગલા દેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે અને આ બન્ને ટીમમાંથી જે ટીમ વિજેતા બનશે એ ટીમ ૯ ફેબ્રુઆરીએ ભારત સામે ફાઇનલમાં ટકરાશે.

(3:30 pm IST)