Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ-હોલિવૂડના કલાકારો કામણ પાથરશે

ઈન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ (આઈપીએલ-૧૧)ની ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અને હોલિવૂડના કલાકારો કામણ પાથરશે. ટી-૨૦ લીગના ચેરમેન રાજીવ શુકલાએ જણાવ્યું છે કે આ અંગે અમેરિકા સહિત અનેક દેશોના કલાકારો સાથે વાટાદ્યાટો યોજાઈ રહી છે.

આઈપીએલ-૧૧ સાત એપ્રિલથી ૨૭ મે સુધી રમાનાર છે. ઉદદ્યાટન સમારોહ છઠ્ઠી એપ્રિલે મુંબઈમાં યોજાશે. આ સમારોહને ભવ્ય અને અવિસ્મરણીય બનાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. આટલુ જ નહીં, આઈપીએલ-૧૧ માટે વિદેશમાં અને દેશના ૩૬ શહેરોમાં ફેન પાર્ક બનાવવામાં આવશે. અમને અમેરિકા, દુબઈ, સિંગાપુર સહિત અનેક દેશો માટેના પ્રસ્તાવ મળ્યા છે.

ટીવી પ્રસારણ અંગે તેમણે કહ્યું હતું કે આઈપીએલ-૧૧દ્ગફ્રત્ન પ્રસારણ ૧૨ ચેનલો કરશે. અંગ્રેજી ઉપરાંત ચાર પ્રાદેશિક ભાષા હિન્દુ, બંગાળી, તમિલ અને તેલુગુમાં પણ પ્રસાર થશે.

(6:20 pm IST)